અમદાવાદમં જાહેરમાં ગંદકી કરનારાઓ સામે હવે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. રસ્તાઓ પર થૂંકવા સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરશે. પોલીસ સીસીટીવી નેટવર્કથી જાહેર ઉપદ્રવ સામે કાયદો લાગુ કરશે. રસ્તા પર થૂંકવા, પેશાબ કરવા સામે મોટી કાર્યવાહી થશે. ગુનેગારોને હવે દંંડ અને કેટલાક કિસ્સાઓમાં જેલની સજા થશે. બાળકોને જાહેર સ્થળોએ શૌચક્રિયા કરવાની મંજૂરી આપનાર વાલી સામે પણ કાર્યવાહી થશે. બસ સ્ટોપ, રેલવે સ્ટેશન, જાહેર સ્થળોએ ઓન ગ્રાઉન્ડ દેખરેખ રાખશે. એએમસી ના પશુ નિયંત્રણ ટીમ, પોલીસ સ્પેશ્યલ બ્રાન્ચને ઓન ગ્રાઉન્ડ દેખરેખનું કામ સોંપાશે.
દેશમાં સ્વચ્છતા માટેના પ્રયત્નો હવે પરિણામ આપતાં દેખાઈ રહ્યા છે. ૧૭ જુલાઈએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારંભમાં સૌથી સ્વચ્છ શહેર તરીકે અમદાવાદની પસંદગી થવા પર સમગ્ર શહેરમાં આનંદની લાગણી જાવા મળી. ૨૦૧૫માં ૧૫મા સ્થાને રહેલું અમદાવાદ આ વર્ષે સીધું પ્રથમ સ્થાન સુધી પહોંચ્યું છે, જે તેની સતત મહેનત અને આયોજનબદ્ધ કામકાજનો પરિચાયક છે. બીજી તરફ, સુરત શહેરે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરીને પોતાનું મહત્વ પ્રતિષ્ઠિત રીતે પ્રતિષ્ઠિત કર્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ એવોર્ડ સ્વીકારવા દિલ્હી પહોંચ્યા હતા. સમગ્ર દેશમાં કુલ ૭૮ એવોર્ડ આપવામાં આવ્યા, જેમાં ગુજરાતના શહેરોએ આગવો ભુમિકા ભજવી છે.
૩ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ અમદાવાદ આવેલા અમિત શાહે કહ્યું હતું કે અમદાવાદના સૌ નાગરિકોને વિનંતી કરું છું કે સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદને ટોપ પર લાવવા માટે મ્યુનિસિપલ કમિશનરે પ્રયાસ હાથ ધર્યા છે. આપણે સાથે મળીને પ્રયાસ કરીએ કે દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ પહેલા નંબરે આવે. સ્વચ્છતા સર્વેક્ષણ માટે છસ્ઝ્રએ જે લક્ષ્યાંક નક્કી કર્યો છે એ પૂરો કરવાનો આપણે સંકલ્પ કર્યા અને ગુજરાતીએ જ દેશભરમાં સ્વચ્છતાના સંસ્કાર આપ્યા છે અને આવતા વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાત પહેલા નંબરે આવે એવો સંકલ્પ કરીએ.
વસતી શ્રેણીઓ મુજબના ૫ ટોચના શહેરોઃ વસ્તી આધારે અલગ કરવામાં આવેલા જૂથોમાંથી પાંચ શ્રેષ્ઠ શહેરો પસંદ કરવામાં આવશે, જેમાંથી ત્રણ સૌથી વધુ સ્વચ્છ શહેરોને વિશેષ માન્યતા અપાશે.વિશેષ શ્રેણીઓઃ આ કેટેગરીમાં કેટલાક વિશિષ્ટ વિસ્તાર અને મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે જેમ કે ગંગા નદીનાં કાંઠે આવેલા શહેરો, કેન્ટોનમેન્ટ બોર્ડ વિસ્તાર, સફાઈ મિત્ર સુરક્ષા કાર્યક્રમ, તથા મહા કુંભ ક્ષેત્રો. રાજ્ય સ્તરનો પુરસ્કારઃ દરેક રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્વચ્છતા ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનારા શહેરને રાજ્ય સ્તરનો પુરસ્કાર આપવામાં આવશે, જે ‘વચન આપતું સ્વચ્છ શહેર’ તરીકે ઓળખાશે.







































