બિહારની રાજધાની પટનામાં એક મોટો અકસ્માત થયો છે. રવિવારે અહીં ગંગા નદીમાં ન્હાતી વખતે પાણીના જોરદાર પ્રવાહમાં છ બાળકો તણાઈ ગયા હતા. જો કે, બે બાળકોને કોઈક રીતે પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી, જ્યારે અન્ય ચાર નદીમાં ડૂબી ગયા હતા. ઘટના બુદ્ધ કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારના એલસીટી ઘાટની છે.
અહીં, ઘટનાની જોણ થતાં, બુદ્ધ કોલોની પોલીસ સ્ટેશનની પોલીસ તાકીદે ઘટનાસ્થળે પહોંચી હતી અને એનડીઆરએફની ટીમ સાથે બચાવ કાર્યમાં જોડાઈ હતી. તપાસ બાદ બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. સાથે જ અન્ય બેની શોધખોળ ચાલુ છે. ડાઇવર્સ અને અન્ય લોકો બંને ગુમ થયેલા બાળકોને ગંગા નદીમાંથી બહાર કાઢવા માટે રોકાયેલા છે. સાથે જ ઘટના બાદથી ઘટનાસ્થળે ચકચાર મચી જવા પામી છે.