અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ વધુ એક લોકહિતનુ કાર્ય કર્યુ છે. જેમાં ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઈ તેમના માટે પાકી કેનાલ બનાવવા માટે સરકારમાંથી રકમ મંજૂર કરાવી છે. ધારી ડેમથી નીકળતી નહેર જે કેનાલ ખારા પાટ વિસ્તારના ૧૮ જેટલા ગામોને સિંચાઇ દ્વારા પાણી પૂરું પાડવા માટે મંજૂર કરાવીને બનાવવામાં આવી હતી. આ કેનાલ કાચી હોવાથી પાણીનો ખુબજ બગાડ થતો હતો અને ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતું ના હતું. કેનાલ પાકી કરવા માટે ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાને વારંવાર રજૂઆત કરવામાં આવતા આ બાબત ધ્યાનમાં લઈને કેનાલ પાકી કરવા માટે ૧૭ કરોડ રૂપિયા જેવી માતબર રકમ રાજ્ય સરકારમાંથી મંજૂર કરાવીને કેનાલ પાકી કરવા માટેનો સરવે પણ ચાલુ કરવામાં આવ્યો છે.