અમરેલી જિલ્લાના કુંકાવાવ વિસ્તારના ધારાસભ્ય કૌશિક વેકરિયાના મક્કમ પ્રયત્નોને પગલે ખોડિયાર ડેમ ઇરીગેશન સ્કીમના લાઇનિંગ, સ્ટ્રક્ચરીંગ અને મેઇન કેનાલના નવીનીકરણ તથા રિનોવેશનના કામ માટે રૂ.૧૩.૨૭ કરોડની વહીવટી મંજૂરી મળેલી છે. સિંચાઈ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાને કરાયેલા ભારપૂર્વકના રજૂઆતો બાદ નર્મદા જળ સંપતિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે. આ મહત્વપૂર્ણ યોજનાથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે અને કૃષિ ઉત્પાદનક્ષમતા વધશે. કૌશિક વેકરિયાએ આ મંજૂરી બદલ મંત્રીનો આભાર માન્યો છે. આગામી દિવસોમાં કેનાલના રિનોવેશનનું કાર્ય શરૂ થવાનું છે, જ્યારે ફેઝ-૨ માટેની મંજૂરી પણ ટૂંક સમયમાં મળશે.