શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડની યુવા પાંખ, શ્રી ખોડલધામ યુવા સમિતિ દ્વારા જૂનાગઢના મધ્ય ગીર સ્થિત અરણ્ય વિલા ખાતે વન સ્વચ્છતા અભિયાન અને વન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના યુવાનોને સેવાકીય
પ્રવૃત્તિઓમાં જોડવા અને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપવા પ્રોત્સાહિત કરવાનો હતો. શિબિરમાં અમરેલી, કેશોદ અને રાજકોટના યુવા હોદ્દેદારોએ ભાગ લીધો હતો. સહભાગીઓએ આસપાસના વન વિસ્તારમાંથી કચરો એકત્રિત કરી સ્વચ્છતા અભિયાનમાં સક્રિય યોગદાન આપ્યું હતું. આયોજનમાં કેવલ ફાચરા, દેવાંશુ નસીત, નિર્મલ શંખાવરા, દર્શન ભુવા, જેવિન ગામી, વત્સલ મુંગરા, દેવેન સખિયા, જીનેશ નસીત, પાર્થ રોકડ, કૌશિક ધડુક ઘનશ્યામ હરસોડા, વનરાજ પટેલ, પ્રિન્સ ગજેરા, મયુર વસાણી, ભાર્ગવ સતાણી, દીપક જાગાણી, નિલેશ વોરા સહિત અનેક યુવા નેતાઓ જોડાયા હતા. આ પ્રસંગે યુવાનોએ પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો અને સમાજને એક નવી દિશા ચીંધવાનો પ્રયાસ કર્યો હતો.