ખોડલધામ મંદિર-કાગવડની પ્રાણ પ્રતિષ્ઠાને ૧૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ૧૯ થી ૨૧ જાન્યુઆરી, ૨૦૨૭ દરમિયાન ભવ્ય ‘દશાબ્દી મહોત્સવ’નું આયોજન કરાયું છે. આ મહોત્સવ અંતર્ગત મંદિર પરિસરમાં ત્રણ દિવસ સવારથી બપોર સુધી ૧૦૦૮ કુંડી મહાયજ્ઞ યોજાશે, જેમાં કુંડ દીઠ મુખ્ય યજમાન સહિત ૮ લોકો આહૂતિ આપી શકશે. યજ્ઞમાં યજમાન બનવા માટે નિશ્ચિત અનુદાન સાથે ઓનલાઇન કે ઓફલાઇન નામ નોંધણી શરૂ થઈ ગઈ છે, જેના માટે મો. ૭૪૮૬૦૭૯૬૪૭, ૮૫૧૧૧૨૧૨૪૮ અથવા ટ્રસ્ટની રાજકોટ મુખ્ય કચેરીએ સંપર્ક કરી શકાશે. આ ત્રિદિવસીય મહોત્સવમાં મહાયજ્ઞ ઉપરાંત મહારાસ, મહા ધર્મસભા, લોક ડાયરો, પ્રદર્શન, ધ્વજારોહણ અને મહાઆરતી જેવા ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.









































