કાગવડ ખાતે આવેલા ખોડલધામમાં પૂર્વ કોંગી પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી દર્શનાર્થે પહોંચ્યા હતાં. જ્યાં ભરતસિંહ સોલંકીએ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ બેઠક કરી હતી. ભરતસિંહ સોલંકીએ નરેશભાઇ પટેલને પદ્મશ્રી આપવાની માંગ કરી છે. આગામી વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભરતસિંહ સોલંકીનું ખોડલધામ ખાતે આગમન કંઇક નવું સુચવી રહ્યું છે.