લીલીયામાં રહેતા એક શ્રમિકને તેમના ઓળખીતાની ઓળખ આપી, દવાખાનાના કામ માટે રૂ. ૫૫ હજારની જરૂર હોવાનું કહી ગૂગલ પે દ્વારા ટ્રાન્ઝેકશન કરાવીને છેતરપિંડી કરી હતી. બનાવ અંગે હરેશભાઈ મંગાભાઈ ગોહીલ (ઉ.વ.૪૦)એ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેમને તેના ઓળખીતા જે.સી.બી. મશીન ચલાવનાર ઉમાશંકર કાકાની ખોટી ઓળખ આપી દવાખાનાના કામમાં ફસાયેલા હોવાની ખોટી હકિકત જણાવી હતી. ઉપરાંત તેમના ખાતામાં રૂપિયા જમા કર્યા અંગેના બનાવટી મેસેજ મોકલી વિશ્વાસમાં લઇ તેમની પાસેથી જુદી-જુદી રકમનાં કુલ રૂ.૫૫,૦૦૦ ના જી પે અને ફોન પે માંથી ટ્રાન્જેક્શન કરાવી લીધા હતા. અમરેલી સાયબર ક્રાઇમ
પોલીસ સ્ટેશનના પી.આઈ વી.એમ.કાલોદરા વધુ તપાસ કરી રહ્યા છે.