ધારીમાં રહેતી એક મહિલા ખોખરા ગામમાં આવેલી નતાળી નદીના કાંઠે ખજુરીના સુકાઈ ગયેલા તાલા વીણતી હતી ત્યારે એક પુરુષે આવી તેને કુહાડીના ઘા માર્યા હતા.
જેના કારણે ઈજા થઈ હતી. બનાવ અંગે બાલીબેન સંગ્રામભાઈ વાઘેલા (ઉ.વ.૬૫)એ મહેશભાઈ બાલગરભાઈ ગૌસ્વામી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ ખોખરા ગામમાં આવેલી નતાળી નદિના કાંઠે ખજુરીના સુકાઇ ગયેલ તાલા વીણતા હતા ત્યારે આરોપીને સારૂ નહી લાગતા એકદમ ઉશ્કેરાઇને વાંસના હાથાવાળી કુહાડીના ધારવાળો ભાગ જમણા હાથના કલાઇના ભાગે મારતા ગંભીર ઇજા પહોંચી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.બી.ખાચર વધુ તપાસ કરી રહ્યા છે.