ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત જિલ્લા કક્ષાની અંડર-૧૭ બહેનો માટેની ખો-ખો સ્પર્ધામાં કોડીનાર નગરપાલિકા સંચાલિત મ્યુ. ગર્લ્સ હાઈસ્કૂલની દીકરીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ઉના તાલુકાના અંબાડા ખાતે યોજાયેલ આ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શાળાની ટીમે
તૃતીય નંબર મેળવીને કોડીનાર નગર અને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે. મ્યુ. ગર્લ્સ હાઈસ્કૂલની ટીમે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ત્રીજું સ્થાન મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ બદલ શાળા પરિવારે ટીમના કોચ રણજીતભાઈ રાઠોડ અને ટીમના મેનેજર જગમાલભાઈ જાદવને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. તેમની મહેનત અને માર્ગદર્શન હેઠળ ટીમે આ સફળતા હાંસલ કરી છે.