હિંમતનગરઃ ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રકારની રમતોનુ આયોજન કરવામાં આવ્યુ છે. શહેરના સાબર સ્ટેડિયમ ખાતે ખેલ મહા કુંભ ૨.૦ અંતર્ગત ચાર દિવસીય યુવક અને યુવતીઓની સ્વીમીંગ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ૩૦ જિલ્લાના તરવૈયાઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતાઓ ઓલંપીક અને ઈન્ટરનેશનલ લેવલે પોતાનુ પ્રદર્શન બતાવશે.
ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રકારની રમતોનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે રાજ્ય કક્ષાની સ્વીમીંગ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. સમગ્ર રાજ્યના ૩૦ જિલ્લાના ૩ હજારથી વધુ સ્વીમર યુવતીઓ અને યુવકો જાડાયા હતા.વિવિધ પ્રકારની ઉંમરના સ્વીમરોએ ભાગ લીધો હતો. અંડર ૧૪, અંડર ૧૭ અને ઓપન ગ્રુપના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાનુ મુખ્ય આયોજન એજ છે કે રમતવીરો રાજ્યકક્ષાએ, નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલે આગળ વધે અને ઓલંપીક માટે પણ તૈયારી કરે.
રાજ્ય સરકાર દ્રારા રમતવીરો પોતાની શક્તિઓ બહાર લાવે તે માટે વિવિધ પ્રકારની રમતોનુ આયોજન કરીને ખેલમહાકુંભનુ આયોજન કરે છે. હિંમતનગર રમતગમત સંકુલ ખાતે ચાર દિવસીય સ્વીમીંગ સ્પર્ધાનુ આયોજન કર્યુ છે. ઈન્ટરનેશનલ અને નેશનલ લેવલે સારુ પ્રદર્શન કરી ચુકેલ યુવક યુવતીઓએ હિંમતનગર ખાતે ભાગ લીધો હતો.
જે સ્પર્ધકોએ ભાગ લીધો તે વિજેતા બનીને નેશનલ કક્ષાએ અને ઓલંપીક કક્ષાએ ભાગ લઈને તેમનુ તથા ભારત દેશનુ નામ રોશન કરે તે માટે મહેનત કરી રહ્યા છે અને વિવિધ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લઈને આવનાર દિવસોમાં વધુ આગળ પહોચી નામ રોશન કરવા માટે પણ પ્રયાસો કરી રહ્યા છે.