ખેલ મહાકુંભ ર૦રપ ચેસ સ્પર્ધા તાલુકા કક્ષાએ યોજાઈ હતી. જેમાં તાલુકાની શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જયાં તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધામાં અંડર ૧૪માં બગસરાના વિદ્યાર્થી શિવ નિલેશકુમાર દેસાણીએ પ્રથમ ક્રમાંક મેળવી જ્ઞાનધારા સ્કૂલ બગસરા તથા બગસરા શહેરનું ગૌરવ વધારેલ છે. તે બદલ જ્ઞાનધારા સ્કૂલ બગસરા દ્વારા શિવને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવેલ છે. તેમજ જિલ્લા કક્ષાએ ચેસ સ્પર્ધામાં વિજેતા બને તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.