સાવરકુંડલા તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં ગુરુકુળના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કરીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. જેસર રોડ ગુરુકુળના મંત્ર પ્રકાશ પટેલ U-૧૧ અને હર્ષલ ચોટલિયા U-૧૭ એ પ્રથમ સ્થાન મેળવ્યું. કોલેજ રોડ ગુરુકુળની ત્રિશા ત્રિવેદી, ધાર્મિબા જાડેજા અને જીયા ખસિયાએ ચેસમાં ક્રમશઃ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવ્યું. વોલીબોલમાં પણ U-૧૪ તથા U-૧૭ કેટેગરીમાં ગુરુકુળ ટીમોએ પ્રથમ સ્થાન મેળવ્યું. આ સિદ્ધિ ડાયરેક્ટર ગિરીશભાઈ વ્યાસ તથા શિક્ષકોના માર્ગદર્શનથી શક્ય બની હતી.