રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત સાવરકુંડલા તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં જાબાળ પ્રાથમિક શાળાની અન્ડર-૧૪ બહેનોની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને દ્વિતીય (બીજા) નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
તાલુકા કક્ષાએ વિજેતા બનેલી આ ૧૨ બહેનોની ટીમ હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં સાવરકુંડલા તાલુકાનું પ્રતિનિધિત્વ કરવા માટે જશે. તેમની આ સિદ્ધિ બદલ વિજેતા બનેલી ટીમના દરેક ખેલાડીને રોકડ પુરસ્કાર રૂપે રૂ. ૭૫૦/- મળવાપાત્ર થશે. જાબાળ પ્રાથમિક શાળાના પરિવારે તમામ ૧૨ વિજેતા વિદ્યાર્થિનીઓને તેમની સફળતા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે અને જિલ્લા કક્ષાએ પણ આવી જ સફળતા મેળવીને આગળ વધે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.