ખેલમહાકુંભની જિલ્લા કક્ષાની અન્ડર-૧૭ કબડ્ડી સ્પર્ધામાં અમરેલી વિદ્યાસભાના વિદ્યાર્થીઓની ટીમ ચેમ્પિયન જાહેર થતા શાળાનું ગૌરવ વધ્યું છે. જિલ્લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી એસ.એચ. ગજેરા ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોટ્‌ર્સ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાએ વિદ્યાસભા કેમ્પસમાં યોજાયેલ કબડ્ડી સ્પર્ધામાં ૧૧ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલમાં વિદ્યાસભા સ્કૂલના ભાઇઓની ટીમ વિજેતા થઇ હતી.
આ તકે સંસ્થાના પ્રમુખ વસંતભાઇ ગજેરા, ટ્રસ્ટીઓ અને કેમ્પસ ડાયરેક્ટર હસમુખભાઇ પટેલે તથા ડીએલએસએસ વિભાગના કોચ અને ટ્રેનર તથા આચાર્યોએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી હતી.