રાજુલાના ખેરા ગામે એક મહિલાને ખોખરી સીમ વિસ્તારમાં પતિએ નજીવી વાતમાં ફટકારી હતી. ઉપરાંત ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે કાજલેબન ગુજરીયા (ઉ.વ.૩૦)એ પતિ વિષ્ણુભાઈ રામજીભાઈ ગુજરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના લગ્ન આજથી ૧૦ વર્ષ પહેલા થયા હતા. લગ્ન બાદ પતિ અવાર નવાર શારીરિક-માનસિક દુઃખત્રાસ આપી મારઝૂડ કરતો હતો. બે દિવસ પહેલા પતિ બપોરે ૩ વાગ્યે જમવા આવતાં સમયસર આવી જવાનું કહેતા સારું નહોતું લાગ્યું અને લાકડીના સ્ટમ્પ વડે મુંઢ માર માર્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.