રાજુલાના ખેરા ગામે એક યુવકને તારા છોકરાઓ રસ્તા વચ્ચે કેમ રમે છે તેમ કહી ગાળો આપી હતી. બનાવ સંદર્ભે કરશનભાઈ રાજાભાઈ ગુજરીયા (ઉ.વ.૩૨)એ બોઘાભાઈ સાવજભાઈ, ધરમશીભાઈ બોઘાભાઈ, મુનાભાઈ બોઘાભાઈ તથા દિનેશભાઈ બોઘાભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે તેમના ઘર પાસે આરોપીઓ નીકળ્યા ત્યારે તેમના છોકરાઓ રમતા હતા. જેથી આરોપીઓએ તારા છોકરાઓ રસ્તા વચ્ચે કેમ રમે છે, તેમ કહી ગાળો આપી લાકડીનો ઘા ડાબા ખભા પર માર્યો હતો. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ જી. ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.