ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (ખેતી બેંક) દ્વારા આયોજિત ઋણ સ્વીકાર કાર્યક્રમમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ ખેડૂતોને થયેલા રૂ.૧૦૨ કરોડથી વધુના લાભ માટે સરળ સેટલમેન્ટ યોજનાને બિરદાવી હતી. આ પ્રસંગે, મુખ્યમંત્રીના વરદ હસ્તે ખેતી બેંકની પ્રાદેશિક શાખાઓમાં
ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગીર સોમનાથ જિલ્લાના ડિરેક્ટરો અને મેનેજરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, વર્ષ દરમિયાન અકસ્માતે મૃત્યુ પામેલા બેંક સભાસદના પરિવારજનોને રૂ.૫ાંચ લાખની અકસ્માત સહાયના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ આશા વ્યક્ત કરી કે, ખેતી બેંક આગામી તહેવારોમાં ‘વોકલ ફોર લોકલ’ મંત્ર સાથે ગ્રામીણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવામાં યોગદાન આપશે.







































