ખેતીવાડી ખાતાની ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ મેળવવા માટે જિલ્લાના ખેડૂતોએ www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરવા માટે વર્ષ ૨૦૨૪-૨૫ માટે આગામી તા.૨૫.૧૦.૨૦૨૪ થી તા. ૩૧.૧૦.૨૦૨૪ સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ઓનલાઈન અરજી કરતી વખતે ખેડૂતોએ આધારકાર્ડ, મોબાઈલ નંબર, જમીનના ખાતા નંબર, જાતિ જેવી વિગતો સાચી અને સચોટ નાખવાની રહેશે. અધુરી કે ખોટી વિગતો વાળી અરજી માન્ય રહેશે નહીં. ખેડૂતોએ કરેલ ઓનલાઈન અરજીની પ્રિન્ટ નકલ પોતાની પાસે રાખવાની રહેશે. ત્યારબાદ ખેડૂતોને અગ્રતાક્રમ મુજબ પૂર્વમંજૂરી આપવામાં આવશે. પૂર્વમંજૂરી મળ્યેથી ખેડૂતોએ સંબંધિત તાલુકાના કે ગામના વિસ્તરણ અધિકારી (ખેતી) અથવા ગ્રામસેવકને સાધનિક કાગળો સાથેની દરખાસ્ત જરૂરી આધાર પુરાવા સાથે રજૂ કરવાની રહેશે.