હાઈડ્રોપોનીકસ એ એક એવી ખેતી પદ્ધતિ છે જેમાં માટી વિના પાક ઉગાડવામાં આવે છે. પાંદડાંને માવજત અને પોષક તત્વો પૂરાં પાડવા માટે પાણી આધારિત ઉકેલોનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિ ખાસ કરીને શહેરોમાં અને મોટાપાયે ખેતી માટે અત્યંત ઉપયોગી છે જ્યાં જમીન મર્યાદિત હોય છે.
• હાઈડ્રોપોનીક્સનાં પ્રકારોઃ
૧) ડીપ વોટર કલ્ચર સિસ્ટમ (Deep Water Culture System): આ પદ્ધતિમાં છોડના મૂળને સીધા જ પોષક તત્વોવાળા પાણીમાં ડૂબાડવામાં આવે છે. આ પદ્ધતિ ટૂંકા ગાળાના પાક માટે ખૂબ જ અસરકારક છે.
૨) ડ્રીપ સિસ્ટમ (Drip System):ડ્રિપ સિસ્ટમમાં પોષકતત્વો ધરાવતું દ્રાવક પાણી છોડના મૂળ સુધી ડ્રીપની રીતે પહોંચાડવામાં આવે છે. આ પદ્ધતિ સરળ અને ઉત્તમ છે.
૩) પોષકતત્વોની ફિલ્મ સિસ્ટમ (Nutrient Film Technique – NFT): આ સિસ્ટમમાં પોષકતત્વો ધરાવતું પાણી છોડનાં મૂળ પર એક પાતળા પડ તરીકે વહેંચવામાં આવે છે. છોડનાં મૂળ આ પોષકતત્વોનો ઉપયોગ કરીને સારું ઉત્પાદન આપે છે.
૪) એરોપોનીક્સ Aeroponics): એરોપોનીક્સમાં, છોડનાં મૂળને હવામાં જ લટકાવવામાં આવે છે અને પોષકતત્વોનો સ્પ્રે કરવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા ઓછી જગ્યામાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. ૫) ડીપ વોટર કલ્ચર સિસ્ટમ (Deep Water Culture System): ડીપ વોટર કલ્ચર સિસ્ટમ હાઈડ્રોપોનીક્સમાં સૌથી સરળ અને પ્રાથમિક પદ્ધતિઓમાંની એક છે અને આ સિસ્ટમનો ઉપયોગ ખાસ કરીને હળવા અને ટૂંકા ગાળાના પાક, જેમ કે લીલા શાકભાજી અને હર્બ્સ માટે કરવામાં આવે છે. હાઇડ્રોપોનીક્સના મૂળ સ્વરૂપોમાંની આ તકનીક ડીપ વોટર કલ્ચર (DWC) તરીકે ઓળખાય છે. આ પદ્ધતિને તરાપા પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે તરતો તરાપો અથવા તો પાણીને ઓક્સિજન આપવા માટે જરૂરી એર પંપને કારણે વાયુમિશ્રણ તકનીક પર આધાર રાખે છે.
ફાયદાઓ :
• અન્ય પધ્ધતિઓની તુલનામાં સેટઅપ અને સંચાલન
માટે સસ્તું છે.
• એક્વાપોનીક્સ અને જળચર ઉછેર જેવી અન્ય સિસ્ટમો સાથે સારી રીતે કાર્ય કરે છે.
• મોંઘી ટાંકીને બદલે વિશ્વસનીય જમીન-તળાવો અને ખાડાઓની આસપાસ સરળતાથી બનાવી શકાય છે.
મર્યાદાઓે:
• ટાંકીઓમાં સેન્સર દ્વારા સતત પાણીની ગુણવત્તાના સંચાલનની જરૂર.
• જો પાણી અથવા એર પમ્પ તૂટી જાય તો નિષ્ફળતાની મોટી શક્યતા. (ક્રમશઃ)













































