પંજાબ સરકારે શુક્રવારે ખનૌરી બોર્ડર પર જીવ ગુમાવનાર ખેડૂત શુભકરણના પરિવારને ૧ કરોડ રૂપિયા અને તેની બહેનને સરકારી નોકરીની જાહેરાત કરી છે. ખુદ મુખ્યમંત્રી ભગવંત માને આ માહિતી આપી છે. ગયા બુધવારે ખનૌરી બોર્ડર પર ખેડૂતોના વિરોધ દરમિયાન રબરની ગોળી વાગતાં યુવાન ખેડૂત શુભકરણનું મૃત્યુ થયું હતું.
મુખ્યમંત્રીએ હરિયાણા સરહદ પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા આ શહીદના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે પુનરોચ્ચાર કર્યો કે રાજ્ય સરકાર આ દુઃખની ઘડીમાં પરિવારની સાથે છે અને પરિવારને મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં કોઈ કસર છોડશે નહીં. સીએમ ભગવંત સિંહ માને પરિવારને આર્થિક અને સામાજિક રીતે સંપૂર્ણ મદદ અને ટેકો આપવાની ખાતરી આપી હતી.
સીએમ માનએ માહિતી આપી છે કે રાજ્ય સરકાર યુવક શુભકરણના મોતના આરોપીઓની તપાસ કરી રહી છે. યુવા ખેડૂતના હત્યારાઓને જેલના સળિયા પાછળ મોકલવા સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે આ યુવકના મોત માટે જવાબદારોને કડક સજા આપવામાં આવશે. ભગવંત સિંહ માનએ ખેદ વ્યક્ત કર્યો કે શુભકરણને નફરતથી ચલાવવામાં આવેલી ગોળીનો શિકાર બનાવવામાં આવ્યો હતો, આ જઘન્ય અપરાધ માટે જવાબદાર વ્યક્તિ સાથે કોઈ હળવાશ રાખવામાં આવશે નહીં અને તેને ગુના મુજબ સજા કરવામાં આવશે. સીએમએ કહ્યું કે તપાસ પૂરી થતાં જ પંજાબ પોલીસ આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધશે અને કાયદેસરની કાર્યવાહી કરશે.
હરિયાણા પોલીસની જવાબી કાર્યવાહીમાં માર્યા ગયેલા શુભકરણના મોત પર સંયુક્ત કિસાન મોરચાના નેતા સર્વન સિંહ પંઢેરે પટિયાલામાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે પંજાબ સરકારે પહેલા આ મામલે કલમ ૩૦૨ હેઠળ કેસ નોંધવો જાઈએ. ૈંઁઝ્ર, એટલે કે હત્યા. હરિયાણા પોલીસની આ કાર્યવાહી અંગે પંજાબ સરકારે હજુ સુધી કોઈ નક્કર પગલાં લીધા નથી. પંઢેરે કહ્યું કે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા ખેડૂતો પર પંજાબની સરહદોમાં ઘૂસીને ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. સરહદ પર ટીયર ગેસના શેલ અને રબરની ગોળીઓથી અત્યાર સુધીમાં ૧૭૦થી વધુ ખેડૂતો ઘાયલ થયા છે. પંજાબ સરકારને આ અંગે કડક વલણ અપનાવવા કહેવામાં આવ્યું છે.