દેશમાં ફરી એકવાર ખેડૂત આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે. પોતાની માંગણીઓ માટે સતત વિરોધ કરી રહેલા ખેડૂતોએ ફરી એકવાર દિલ્હી તરફ કૂચ કરવાની વાત કરી છે. કિસાન આંદોલન ૨.૦ માં સામેલ કિસાન મજૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) એ દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે. આ બંને સંગઠનોનું કહેવું છે કે જા ૧૪ ફેબ્રુઆરીએ ચંદીગઢમાં કેન્દ્ર સરકાર સાથે પ્રસ્તાવિત વાટાઘાટો નિષ્ફળ જાય છે, તો આ સ્થિતિમાં, ૨૫ ફેબ્રુઆરીએ ફરી એકવાર ખેડૂતોનું એક જૂથ શંભુ સરહદથી દિલ્હી તરફ પગપાળા કૂચ કરશે.
તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયાની શરૂઆતમાં સરકારે કહ્યું હતું કે પંજાબ અને હરિયાણામાં વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે છઠ્ઠા તબક્કાની વાતચીત ૧૪ ફેબ્રુઆરીએ થશે. કૃષિ રાજ્યમંત્રી રામનાથ ઠાકુરે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે ગયા મહિને થયેલી વાટાઘાટોમાં સરકારે લઘુત્તમ ટેકાના ભાવ પર કેટલાક પાક ખરીદવા માટે પાંચ વર્ષીય યોજનાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ ખેડૂતોની વ્યાપક માંગણીઓ પર કોઈ સર્વસંમતિ થઈ શકી ન હતી. તેમણે કહ્યું, “ખેડૂતો સાથે આગામી રાઉન્ડની વાતચીત ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ પ્રસ્તાવિત છે.”
કૃષિ રાજ્યમંત્રી રામ નાથ ઠાકુરે જણાવ્યું હતું કે વિરોધ કરી રહેલા ખેડૂતોની માંગણીઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ પેÂન્ડંગ છે અને સુપ્રીમ કોર્ટે એક સમિતિની રચના પણ કરી છે. તેમણે કહ્યું કે સરકારે ૮ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાત કરવાની પહેલ શરૂ કરી હતી. બાદમાં, વાટાઘાટોના આગામી રાઉન્ડ ૧૨, ૧૫ અને ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૪ અને ૧૮ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ થયા. રામનાથ ઠાકુરે જણાવ્યું હતું કે ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ ખેડૂતોએ પોતાનો વિરોધ ફરી શરૂ કર્યો ત્યારથી, કેન્દ્ર સરકારે તેમની સાથે અત્યાર સુધીમાં પાંચ રાઉન્ડની વાતચીત કરી છે.