અખિલ ભારતીય વણકર સમાજ મહાસંઘના અમરેલી જિલ્લાના અધ્યક્ષ દ્વારા ખેડૂત ખાતેદારોને તેમની જમીન શરત ફેર કરવાની કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે.
અખિલ ભારતીય વણકર સમાજ મહાસંઘના અમરેલી જિલ્લાના અધ્યક્ષ અશોકભાઇ દાફડા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, ખેડૂત ખાતેદારોની જમીન નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવાની સરકાર દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
જેથી તમામ ખેડૂતોએ પોતાની જમીન શરત ફેર કરવાની કાર્યવાહી કરવી. તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અમરેલી દ્વારા સ્ત્રી-પુરૂષો, શિક્ષિત બેરોજગારોને સબસીડીવાળી લોન બેંકેબલ યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, જેનો યોગ્ય રીતે લાભ લેવા તેમણે વધુમાં અપીલ કરી છે.