રાજય સરકાર દ્વારા ખેડૂતો પાસે ટીપણા અને ડ્રમ આપવા માટે ઓનલાઈન ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. ખેડૂતોને ઓનલાઈન ફોર્મ ભરવા પાછળ રૂ. ૧૦૦થી ૧પ૦નો ખર્ચ થયો હતો. ખેડૂતોએ ઓનલાઈન ફોર્મ ભર્યાને મહિનાઓ વીતિ ગયા બાદ ભાજપ સરકાર ખેડૂતોને ટીપણા કે ડ્રમ આપી શકી ન હોવાથી ભાજપ સરકારની કામગીરી સામે અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનિષભાઈ ભંડેરીએ સવાલ ઉઠાવ્યા છે.