અમરેલી જિલ્લામાં રાજુલા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની ખરીદી શરૂ થાય તેવી ખેડૂતોની માંગણી હતી. વાંરવાર ખેડૂતો તરફથી સહકારી નેતાઓ સુધી રજૂઆતો કરવામાં આવતી હતી. નાસ્કોબ ચેરમેન દિલીપ સંઘાણી, ધારાસભ્ય હીરા સોલંકી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશ પટેલ સહિત નેતાઓના સહિયારા પ્રયાસોથી નાફેડ પીએસએફ દ્વારા રાજુલા કિસાન ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળી દ્વારા રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ખરીદી માટેનો કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યાર્ડમાં આજે ધારાસભ્ય હીરા સોલંકી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશ પટેલના વરદ હસ્તે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ડુંગળી કાયમ માટે રાજુલા માર્કેટીંગ યાર્ડમાં ખરીદવામાં આવશે અને જે ભાવ બજાર ચાલતો હોય છે તે મુજબ તેની ખરીદી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.