નાના ભંડારીયા ગામે ખેડૂતોને પડ્‌યા ઉપર પાટુ જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. મગફળી, સોયાબીન અને હવે કપાસનો પાક પણ આ સતત ભારે વરસાદથી અન્ય પાકોને ભારે નુકસાન થયેલ છે તથા મગફળી ઉપાડી કરેલા પાથરા સાવ સડીને રાખ થઈ ગયા છે. જે મગફળી ઉભી છે એ અંદરથી ઉગવા મંડી છે. અમરેલી જિલ્લામાં ભારે નુકસાન થયેલ હોવાથી સરકાર જગતના તાતની વહારે આવીને નુકસાનનો સર્વે કરીને સહાય કરે તેવી સરપંચ નરેશ ત્રાપસિયાએ રજૂઆત કરીને જણાવેલ છે.