અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજનામાં અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. જે ખેડૂતો જળ સંચાલન અને જળ વ્યવસ્થા, પિયત પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ અને કાર્યક્ષમ ઉપયોગ દ્વારા મેળવેલ સિદ્ધિનું પ્રદાન, મુખ્ય પાકો પર નવિનતમ પ્રયોગ દ્વારા આગવી કોઠાસૂઝથી વિકસાવેલ વધુ ઉત્પાદન આપતી નવીન જાતની સિદ્ધિનું પ્રદાન અથવા પોતાના વિસ્તારમાં નવીન પાક દાખલ કરવો વગેરે યોગદાન માટે ખેડૂતોને પુરસ્કાર આપવામાં આવે છે. જેના માટે ખેડૂતોએ ઓનલાઇન વેબસાઇટ પરથી ફોર્મ મેળવવાનું રહેશે.