આજે કૃષિ કાયદો જ્યારે પરત ખેંચવામાં આવ્યા છે ત્યારે ગુજરાતમાં પણ ખેડૂતો દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે કૃષિ કાયદો રદ કરવામાં આવતા દિગ્ગજ નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી છે.કૃષિ કાયદાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે, કૃષિ કાયદો રદ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તેવામાં મુખ્યમંત્રીએ કહ્યું કે ખેડૂતોને પાકના ભાવો મળે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બદલાવના સમયે પીછેહઠ કરવાની જરૂર પડે છે. રાજ્ય સરકાર ખેડૂતોની સાથે હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું છે.
જ્યારે ભાજપના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કૃષિ કાયદા અંગે નિવેદન આપતા કહ્યું કે નવો કાયદો કૃષિ ઉત્પાદન વધારવા કૃષિ કાયદો લાવ્યા હતા..લોકશાહી પદ્ધતિને અનુરૂપ સરકારે નિર્ણય લીધો છે. કાયદામાં જે ફાયદા હતા તે આજે પણ છે… વધુમાં નીતિને પટેલે આવા નિર્ણયો લેવા માટે નૈતિક હિંમત હોવી જોઈએ, પ્રજો સાથે આંખ મેળવવાની શÂક્ત હોય એ જ આવા નિર્ણય લઈ શકે…કૃષિ કાયદો પરત ખેંચાતા નીતિને પટેલે વડાપ્રધાન મોદીને અભિનંદન આપ્યા હતા..