પ્લાસ્ટિક, લોખંડ, પતરૂં સહિતના ભંગારનો ભાવ કિલોના ૩૦ રૂ. જયારે મહામહેનતે પકવેલા ઘઉંનો ભાવ કિલોએ રૂ.રપ
એક તરફ ઓછો ભાવ અને બીજી તરફ ટેકાના ભાવે ખરીદી બંધ
જરૂરીયાતવાળા ખેડૂતો પાણીના ભાવે ઘઉં વેચવા મજબુર
જિલ્લાનો એક પણ રાજકીય આગેવાન ખેડૂતના પ્રશ્ને બોલવા તૈયાર નથી
જગતનાં તાત કહેવાતા ખેડૂતોની જાણે કે માઠી દશા બેઠી હોય તેમ છેલ્લે છેલ્લે શિયાળુ પાકમાં પણ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. એક સમયે રૂ.ર૦૦૦થી વધુનાં ભાવે વેચાતા ધાણા હોય કે ૭૦૦ના ભાવે વેચાતા ઘઉં હોય આ તમામ ખેતજણસનો ભાવ તળીયે પહોંચતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને સરકાર આ અંગે તાત્કાલિક ખરીદી ચાલુ કરે તેવી માંગ કરી છે. નવાઈની વાત તો એ છે કે અમરેલી જિલ્લામાં લોખંડ, પ્લાસ્ટિક કે પતરાના ભંગારની કિંમત એક કિલોની અંદાજે રૂ.ર૮ થી ૩૦ છે. જયારે શિયાળામાં કડકડતી ઠંડીમાં મહામહેનતે પકવેલા સારી ગુણવત્તાનાં ઘઉં માર્કેટીંગ યાર્ડમાં કિલોના રૂ. રપના ભાવે વેચાય છે. સ્ટેજ ઉપરથી ખેડૂતોનાં મસિહા બનતા રાજકીય આગેવાનોને આવા ભાવ દેખાતા હશે કે પછી જાણી જાઈને નજરઅંદાજ કરતા હશે તે પણ એક પ્રશ્ન છે. વળી ખેતજણસ વેચવા આવતા ખેડૂતોને પણ લાંબી કતારોમાં બે-બે દિવસ ઉભું રહેવું પડે છે તે પણ એક નવી મુસીબત છે. ભંગારના ભાવ કરતા ખેડૂતોની ખેતજણસનો ભાવ નીચો જતો હોય ત્યારે સંસદ સભ્ય કે કોઈ ધારાસભ્ય આ અંગે સરકારમાં તાત્કાલિક રજૂઆત કરશે કે હજુ પણ ખેડૂતોને વધુ અન્યાય થાય તેની રાહ જાશે ?
ઘઉંના ટેકાનો ભાવ ૮૦૦થી વધુ કરવામાં આવે તો ખેડૂત ટકી શકે
રાજય સરકાર દ્વારા ઘઉંના ટેકાનો ભાવ ખૂબ જ નીચો નક્કી કરાયો છે. જેનાં કારણે ઘઉંનો ભાવ વધતો નથી. હાલમાં ટેકાનો ભાવ રૂ. ૪૮પ છે. જે ૮૦૦થી વધુ હોવો જાઈએ તો જ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી શકે. જા ખેડૂતો અને ખેતીને ટકાવવી હશે તો ખેતજણસના ભાવ યોગ્ય રીતે ખેડૂતોને મળવા જાઈએ. આ અંગે સરકારમાં વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ નિકાલ આવતો નથી. -વસંતભાઈ ભંડેરી, પ્રમુખ ભારતીય કિસાન સંઘ-અમરેલી.