ખેડૂત આંદોલનકારીઓની સરખામણી ખાલિસ્તાનીઓ સાથે કરવા બદલ એકટ્રેસ કંગના સામે મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ મામલામાં આજે મુંબઈ હાઈકોર્ટમાં થયેલા સુનાવણી બાદ કોર્ટે કંગનાને ૨૨ ડિસેમ્બર પહેલા મુંબઈ પોલીસ સમક્ષ નિવેદન આપવા માટે આદેશ આપ્યો છે અને સાથે સાથે મહારાષ્ટ્ર સરકારને પણ ૨૫ ડિસેમ્બર સુધી કંગના સામે કોઈ પણ પ્રકારની દંડનીય કાર્યવાહી નહીં કરવા માટે તાકીદ કરી છે.
ઉલ્લેખનીય છે કે, કંગનાના નિવેદન સામે નારાજ દિલ્હીની સિખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને તેના પગલે કંગના સામે પોલીસ કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
કંગનાના નિવેદનનો પંજોબમાં ઠેર ઠેર વિરોધ પણ થયો હતો.તાજેતરમાં તેની કારને ખેડૂતોએ ઘેરી લીધી હતી અને કંગનાએ માફી પણ માંગવી પડી હોવાના અહેવાલો સામે આવ્યા હતા.જોકે કંગનાએ બાદમાં કહ્યુ હતુ કે, મેં કોઈ જોતની માફી માંગી નથી.