મ ગફળી:
આ વાવાઝોડાને કારણે ઘણા વિસ્તારમાં ૨ થી ૭ ઈંચ વરસાદ પડયો છે. ત્યાં ખેડૂતો વેલડી (આડી) મગફળીનું જ વાવેતર કરે. બાકી અર્ધ વેલડી તેમજ ઉભડી મગફળી
અને કોઈપણ અન્ય પાકનું વાવેતર ન કરે.
• આગોતરુ વાવેતર કરવા માંગતા ખેડૂતોએ વેલડી જાતો જેવી કે, જીજી-૧૧, જીજી-૧ર, જીજી-૧૩, જીજેજી-૩૨ અથવા જીજેજી-૧૭ માહેની કોઈ એક જાતનું વાવેતર કરવુ.
• સમયસરના વરસાદમાં ઉભડી, વેલડી, અર્ધ વેલડી માહેની કોઈપણ પ્રકારની જાતો વાવી શકાય. જેમાં અર્ધ વેલડી જાત જીજી-ર૦ અથવા જીજેજી-રર ને પ્રાધાન્ય આપવું.
• વરસાદ ખેંચાય તો ફકત ઉભડી જાતો જીજી-ર, જીજી-પ, જીજી-૭ અથવા જીજેજી-૯નું વાવેતર કરવું.
• ડીએપી અને યુરિયા ખાતરને બદલે સિંગલ સુપર ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરવાથી ગંધકની અછતવાળી જમીનમાં અલગથી ગંધકની માવજત આપવી પડતી નથી. કારણ કે સિંગલ સુપર ફોસ્ફેટમાં ૧૬ ટકા ફોસ્ફરસ ઉપરાંત ૧પ ટકા કેલ્શીયમ, ર૦ ટકા ગંધક અને જસત તેમજ મોલીબીડેનીયમ જેવા સુક્ષ્મ તત્વો હોય છે.
• હેકટર દીઠ ૮ થી ૧૦ ટન સારું ગળતીયું ખાતર અથવા ૧ ટન દિવેલીનો ખોળ પાયામાં આપવા.
• ખરીફ પાકને હેકટર દીઠ ૧ર.પ કિ.ગ્રા. નાઈટ્રોજન અને રપ.૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવો. જો રાઈઝોબીયમ કલ્ચરની માવજત કરી હોય તો આ ખાતરો અડધા આપવા.
• જમીનમાં ગંધકની ઉણપ હોય તો હેકટર દીઠ ર૦ કિ.ગ્રા. સલ્ફર આપવું. ક્ષારીય જમીનમાં સેલીનીટી/સોડીસીટીના પ્રશ્નો હોય ત્યાં ખાસ કરીને જીપ્સમનો ઉપયોગ કરવો. જે પાક ફૂલ ઉઘડવાની અવસ્થામાં હોય ત્યારે આપવો જેથી સૂયા બેસતા છોડ ઉપયોગ કરે.
કપાસ ઃ-
• ખાસ કરીને કપાસનું આગોતરું વાવેતર ન કરે. કેમકે આગોતરા વાવેતરના કારણે ગુલાબી ઈયળો આવવાની પૂરી શક્યતા છે.
• આ વાવાઝોડાને કારણે વરસાદ પડયો ત્યાં ખેતરમાં નિંદામણ ઉગ્યું હોય તેમાં રાપ ચલાવી જમીન તૈયાર કરાવી.
• કપાસના પાકને સારા નિતારવાળી, મધ્ય કાળી, બેસર, ગોરાળુ તથા સાધારણ રેતાળ જમીન વધુ અનુકૂળ આવે છે. ઉનાળામાં બે થી ત્રણ વર્ષના અંતરે ટ્રેક્ટરથી ઊંડી ખેડ કરી સૂર્ય તાપમાં તપવા દેવાથી બહુ વર્ષાયુ – જીવાતના કોશેટાનું પ્રમાણ ઘટાડી શકાય છે. તેમજ પાણીને જમીન – પોષક તત્વોનું સંરક્ષણ ને સંવર્ધન કરી શકાય છે. ઉનાળા કે ચોમાસુ ઋતુની શરૂઆત થાય તે પહેલા જમીનને હળ કે ટ્રેક્ટરથી ખેડવી, પંચ્યુ અને કરબ (રાપ) થી ખેડીને જમીનને તૈયાર કરવી. જેથી જમીનમાં ભેજ સંગ્રહ શકિત વધે તેથી બીજનું સ્ફુરણ કરવાની ક્ષમતા વધારતા છોડની સંખ્યા – હેકટરે જાળવી શકીએ તો ઉત્પાદકતા વધારી શકાય.
(બાગાયત )આંબો:
• ફળમાખીના નિયંત્રણ માટે આંબાવાડી ફરતે તેમજ આંબાવાડીયામાં શ્યામ તુલસીનું વાવેતર કરવું અને તેના ઉપર એપ્રિલ મહિનાથી નિયમીત રીતે કલોરપાયરીફોસ ર૦ ટકા ઈ.સી. ર૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મેળવી છંટકાવ કરવો. મિથાઈલ યુજીનોલ ટ્રેપ ૧પ થી ર૦ પ્રતિ હેકટર મુકવા.
નાળીયેરી:
• આડા થયેલ ઝાડની વિરુદ્ધ દિશામાં ખાડો કરવો. જેમાં જરૂરિયાત મુજબનું છાણિયું ખાતર તેમજ માટીનું મિશ્રણ નાખવું. ત્યાર બાદ ઝાડને ટ્રેકટર કે જેસીબીની મદદથી હળવેકથી ઊંચું કરી ઉભું કરવું. ત્યારબાદ જરૂરિયાત મુજબ જમીન લેવલ ધ્યાનમાં રાખી
માટીનું મિશ્રણ નાખવું. થડની ફરતે માટી
દબાવવી તેમજ ખામણું કરી પાણી આપવું. આ ઉપરાંત ઉપર જણાવ્યા મુજબ
કોપરોક્ઝીક્લોરાઈડનું ડ્રેન્ચિંગ કરવું.
• નાના ફળ ખરી પડવાના કારણોમાં ઝાડને સારૂ પોષણ મહત્વની બાબત હોવાથી ભલામણ પ્રમાણે ઝાડ દીઠ ૧ કિલો એમોનિયમ સલ્ફેટ,૧ કિલો સુપર ફોસ્ફેટ તથા
૧.રપ૦ કિલો મ્યુરેટ ઓફ પોટાશ જૂન-જુલાઈમાં અને તેટલો જ બીજો હપ્તો સપ્ટેમ્બર-ઓકટોબરમાં આપવો.ચીકુ, લીંબુ, દાડમ, સીતાફળ
• ઝાડ નમી ગયું હોય કે સાવ મૂળમાંથી ઉખડી ગયું હોય તેમજ કાપેલા ભાગ ઉપર બોર્ડોપેસ્ટ લગાવવું. ત્યારબાદ ઝાડ જે જગ્યાએ ઉખડી ગયેલ છે તે
જગ્યાએ જેસીબીની મદદથી અંદાજે ૪ થી ૫ ફૂટનો ખાડો કરવો. ઝાડને જેસીબીની મદદથી હળવેકથી ઉપાડી આ ખાડામાં જરૂરિયાત મુજબ જમીન લેવલને ધ્યાનમાં રાખી જરૂરી માટી તેમજ છાણીયા ખાતરનું મિશ્રણ નાખી એકદમ મજબૂતીપૂર્વક રોપવું. રોપ્યા બાદ તુરંત ખામણું કરી પાણી આપવું તેમજ ઉપર જણાવ્યા મુજબ કોપરઓક્ઝી ક્લોરાઈડનું ડ્રેન્ચિંગ કરવું. આટલુ કરો.
• જમીન ચકાસણી કરાવવાથી આપણી જમીનમાં જુદા જુદા પોષક તત્વોનું પ્રમાણ અને કોઈ તત્વની ઉણપ છે કે કેમ તે જાણી શકાય અને હોય તો નિવારણના ઉપાયો કરી શકાય. જમીન ચકાસણીના રિપોર્ટના આધારે આપણે કયા ક્યા પાકમાં ક્યા ખાતરની કેટલી જરૂરીયાત છે તે જાણ્યા બાદ તે પ્રમાણે ખાતરનો વપરાશ કરીએ તો ખાતરનો બગાડ અટકાવી શકાય.
• ખરીફમાં લેવામાં આવનાર પાકોનું આગોતરું આયોજન કરવું.
• પાકની પસંદગી બાદ આપણા વિસ્તાર, જમીન અને વાતાવરણ અનુરૂપ ભલામણ થયેલ તથા વધુ ઉત્પાદન આપતી જાતની પસંદગી કરવી.
• હંમેશા સરકારી કંપની દ્વારા બનાવેલ રાસાયણિક ખાતર વાપરવાનો જ આગ્રહ રાખવો. રાસાયણિક ખાતર ભેજરહિત અને વજન ચકાસણી કરીને ખરીદવું. તેમજ પાક ભલામણ મુજબ રાસાયણિક ખાતરની ખરીદી કરવી અને પાકું બીલ ખેડૂત/મિત્રોએ વિક્રેતા પાસેથી લેવું.
• રોગ-જીવાત સામે પ્રતિકાર ધરાવતી જાત પસંદગી કરવી.
• બિયારણ ખરીદતી વખતે પેકિંગ સાઈઝ, વજન, જાતનું નામ, સર્ટીફાઈડ ટેગ, ભાવ અને ભેજ રહિત છે કે નહી તે ચકાસણી કરીને લેવું. તેમજ પાકું બીલ વિક્રેતા પાસેથી લેવું. તેમાં પોતાનું નામ, બિયારણનો પાક, જાત, લોટ નંબર, વજન અને ભાવ યોગ્ય જગ્યાએ લખાયેલ છે તેનો વિક્રેતા પાસે આગ્રહ રાખવો.
• જંતુનાશક દવા ખરીદતી વખતે પાકમાં આવતાં રોગ-જીવાત માટે ભલામણ કરેલ દવાની વિક્રેતા પાસેથી ખરીદી કરવી. તેમજ જંતુનાશક દવા એક્ષ્પાયર થયેલ છે કે નહી તે ચકાસણી કરવી તેમજ જંતુનાશક દવાનું પાકું બીલ લેવું જેમાં ખેડૂતનું નામ, ગામ, જંતુનાશક દવાનું નામ, બેચ નંબર, પેકિંગ સાઈઝ, વજન/લિટર, ભાવ બીલમાં યોગ્ય જગ્યાએ લખાવવા.
• ખરીફ સિઝનની શરૂઆત થતાં પહેલાં આપણા વિસ્તાર, જમીન અને વાતાવરણને અનુકૂળ પાક પસંદગી કરવી.
• ક્ષાર સહનશીલ પાકો:જુવાર, ટમેટા, રીંગણા અને ભીંડો.
• ક્ષાર સંવેદનશીલ પાકો: શેરડી, શાકભાજી, આંબો.