અમરેલી જિલ્લામાં યુરિયા અથવા ડીએપી ખાતર સાથે નેનો ખાતર ફરજિયાત આપતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી. આ અંગે ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે કોઈપણ ખેડૂતો માટે નેનો લેવું ફરજિયાત નથી અગાઉ પણ આ બાબતે મારી પાસે ફરિયાદો આવતા તત્કાલ સ્પષ્ટતા કરી છે. જો કોઈ આવી ફરિયાદ આપવાની માંગણી કરતું હોય તો તરત જ ઇફ્કોના ગુજરાત હેડ ગજેરાભાઈ અથવા મારી ઓફિસે જાણ કરવી.







































