અમરેલી જિલ્લાના તમામ ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in નવીન પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬ માટે વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ તા.૨૪/૦૪/૨૦૨૫ થી તા.૧૫/૦૫/૨૦૨૫ સુધી દિન-૨૨ માટે ખુલ્લું રહેશે. અરજી કરતાં પૂર્વે ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત છે તેમજ નોંધણી કરવા માટે મોબાઈલ નંબર નાખવો ફરજિયાત રહેશે. નોંધણી થયા બાદ વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકશે. તેમ ખેતીવાડી ખાતાની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.