આજે હવા પાણી અને ખોરાક પ્રદૂષિત થઈ ચૂકયા છે માનવજાતની આંધળી પ્રગતિ અને વણજાઈતી ઔદ્યોગિક ક્રાન્ટીના હિસાબે ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ ઉભી થઈ છે. છતા પણ જવાબદારી કોની એ નક્કી થઈ શકયુ નથી આ સ્થિતિમાં ગામડા-ગામના ઉપર ધરતી અને નીચે આભ ચારેય દિશામાંથી મુશ્કેલીનો સામનો કરતો ખેડૂત પોતાના માટે તો ખરુ જ પણ જગતને ઝેરમુકત અનાજ, કઠોળ, તેલિબીયા, શાકભાજી મળી રહે તે માટે પ્રાકૃતિક ખેતી સાથે જાડાતા જાય છે.
સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના શેડુભાર ગામના યુવા અને પ્રગતિશીલ ખેડૂત જેની પાસે જમીન માત્ર છ વિઘા છે. તેવા કર્મશીલ સુરેશભાઈ દેવચંદભાઈ કુંભાણી ર૦૧૬ સુધી ટામેટાની ખેતી કરતા હતા. રોજના ૧૦૦ ઉપરના કેરેટ ટામેટા ઉતરે, વેચાણ કરે. ભાવ સારા મળે પણ મનમાં ખચકાટ હતો કે આટલી બધી જંતુનાશક દવાઓ નાખીને લોકોને ઝેર ખવડાવી રહ્યો છું. જેનાથી માનવજાત અનેક રોગો અને સમસ્યાઓથી પીડિત બનશે. આથી ઓર્ગેનિકસ ખેતીની શરૂઆત કરી પ્રાકૃતિક ખેતીનાં પ્રણેતા સુભાષ પાલેકરજીની ખેત પધ્ધતિઓનો અભ્યાસ કરીને ર૦૧૭ માં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ વિના જીવામૃત,
ઘનામૃત, વિવિધ વનસ્પતિઓના અર્ક આધારિત દવાઓ બનાવીને છંટકાવની શરૂઆત કરી એટલે ગામના લોકો હસી-મજાક કરતા ખોટનો ધંધો શરૂ કર્યો છે. આમ બોલતા પણ જગત સામુ જાયા વિના સત્ય સ્વીકારીને આગળ વધતા રહ્યા. સુભાષ પાલેકરજીનાં પંચશ્રી મોડેલ ફાર્મના સંકલ્પ પ્રમાણે સુરેશભાઈએ પોતાની છ વિઘા જમીનમાં સીતાફળી રપ૦ સફેદ અને ગુલાબી, જામફળ રપ૦ સફેદ અને લાલ, કાગદી લીંબુ ર૦૦, સરગવા ૮૦૦ ઉપરાંત આંબા, ચીકુ, દાડમ, રાવણા જેવા વિવિધ ફળ પાકોનું વાવેતર કરેલ છે. ઉપરાંત ઉત્તરાખંડથી સફરજનનાં પ૦ રોપા લાવીને વાવેતરનો અખતરો કરેલ જેમાં સફળતા મળી છે.
સુરેશભાઈનાં ફાર્મમાં ફળ ઝાડ તો છે પણ આ ફળ ઝાડ ઉપર શાકભાજીનાં વેલાઓ ચડાવીને શાકભાજીનું ઉત્પાદન મેળવે છે. હાલમાં આ ફાર્મમાં કંટોલા, તુરીયા, કારેલા, દુધીનું ઉત્પાદન મળી રહ્યું છે. જયારે રીંગણ, ટમેટી, મરચી જેવા શાકભાજીનાં પાકોનું તાજેતરમાં વાવેતર કરેલ છે. સુરેશભાઈ કહે છે પોતાના ફાર્મમાં બે વર્ષ પહેલા વાવેલી હળદરનું વેચાણ કિલોનાં ૩૦૦, ૬૦૦, ૯૦૦ ના ભાવે કરેલ છે. પરિપકવ હળદર સ્વાદ, સુગંધ અને તેના વિશે જાણવા સુરેશભાઈનો સંપર્ક કરવો રહ્યો.
સુરેશભાઈ પોતાનાં ફાર્મમાં છેલ્લા ત્રણ વર્ષથી જીવામૃત, ઘનજીવામૃત કે ઓર્ગેનિકસ દવાઓનો ઉપયોગ કરતા નથી. આ ફાર્મમાં રોગ-જીવાત નિયંત્રણ માટે મિત્ર કિટકોની એટલી વૃધ્ધિ છે કે રોગ-જીવાત કંટ્રોલમાં રહે છે. આમ આ ફાર્મમાં માત્ર પાણી આધારિત ખેતી કરવામાં આવી રહી છે. જેમાં સફળતા મળવાની શરૂઆત થઈ છે. સુરેશભાઈ માંડીને હિસાબ આપતા કહે છે. પાંચ વિઘામાં વાવેતર છે. બિયારણ અને મજૂરી ખર્ચ કાઢતા મને વિઘે ૭પ હજાર જેવું વળતર મળ્યું છે. જેમાં આગામી સમયમાં વૃદ્ધિ થશે. શાકભાજી અને ફળનો સ્વાદ ચાખવો હોય તો સુરેશભાઈ કુંભાણીના ફાર્મની મુલાકાત લેજા.
સંપર્ક નં. ૯૭રપ૦ ૩૩૮૦૩.