(એ.આર.એલ),ખેડા
ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર રાજ્યમાંથી નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે.ત્યારે ખેડામાં દારુની હેરાફેરી કરતા પકડાયેલા ભાજપના નેતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખેડા જિલ્લા યુવા મોરચાના મંત્રી ઈશ્વર પરમાર સહિત ૪ લોકો બીયર સાથે પકડાયા હતા. ડેસરના વરસડા ગામે દારુની હેરાફેરીમાં ધરપકડ થઈ હતી. ભાજપ યુવા મોરચાના મંત્રી પર દારુ ભરેલી કારના પાયલોટિંગનો આરોપ લગાવવામાં આવ્યો છે. જિલ્લા ભાજપે ઈશ્વર પરમારને પક્ષમાંથી બરતરફ કર્યો છે. ઠાકોર સેનાએ પણ ઈશ્વર પરમારને તમામ હોદ્દા પરથી દૂર કર્યો હતો.
બીજી તરફ બનાસકાંઠાના વાસણ બોડર પરથી  ડ્રગ્સ ઝડપાયું છે. લક્ઝરી બસમાંથી ચેકિંગ કરતા સ્ડ્ઢ ડ્રગ્સ મળી આવ્યું છે. ૪૨.૮૪ ગ્રામ  ડ્રગ્સ એક ઇસમની અટકાયત થઇ છે. ધાનેરા પોલીસે ૪.૩૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. ધાનેરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.