(એ.આર.એલ),ખેડા,તા.૩
ખેડામાં યુવકોના નદીમાં ડૂબતા મોત થયા. ખેડાના ખુમારવાડ પાસે નદીના પ્રવાહમાં ચાર યુવકો ડૂબ્યા. જા કે ૨ યુવકોનો ચમત્કારિક બચાવ થયો છે અને તેમના ૨ મિત્રના નદીમાં ડૂબતા મોત થયા.ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ ખુમારવાડ પાસે અમદાવાદના ૪ યુવકો પિકનિક મનાવવા ગયા હતા. દરમ્યાન નદીનો પ્રવાહ અચાનક વધતા યારેય યુવકો પાણીના પ્રવાહમાં તણાયા. જેમાં ૪માંથી ૨ યુવાનોના ડૂબી જતા મોત થયા અને સ્થાનિક તરવૈયાના કારણે ૨નો બચાવ થયો. જે યુવકોના મોત નદીમાં ડૂબતા થયા તેમનું નામ ચેતન અને વિજય હોવાનું સામે આવ્યું છે.
જૂન મહિનામાં અમદાવાદના ચાર યુવકો ખેડામાં ગળતેશ્વર નદીમાં ડૂબ્યાં. ગળતેશ્વરમાં નદીમાં ડૂબતાં ત્રણનાં મોત નીપજ્યા હતા. નદીમાં ચાર યુવકો ન્હાવા પડ્યા હતા દરમ્યાન એક મિત્ર ડૂબતો હતો તેને બચાવવા જતા અન્ય ત્રણ મિત્રો પણ ડૂબ્યા હતા. જયારે એક યુવકને સ્થાનિક તરવૈયાઓએ બચાવ્યો હતો.