વડા પ્રધાન શ્રી મોદી,
જય ભારત સાથ જણાવવાનું કે તમે કુશળ છો અને હંમેશાં કુશળ રહો તેવી પ્રાર્થના. ૨૦૧૪થી ભારતના વડા પ્રધાન પદે છો. તે પહેલાં તમે ૨૦૦૧થી ૨૦૧૪ સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા તે વખતે અને તે પછી તમે જે આશા અને તેને સફળતામાં પરિવર્તિત કરીને અનેક કાર્યો કરી બતાવ્યા તેના કારણે તમારા પર માન અને ગૌરવ છે.
તમે જ્યારે ૨૦૦૧માં મુખ્ય પ્રધાન બનીને ગુજરાત આવ્યા ત્યારે ગુજરાત ભૂકંપથી વિનાશમાં ગરકાવ હતું. તે પહેલાં વાવાઝોડું પણ ઘમરોળી ચૂક્યું હતું. કચ્છનો બેનમૂન વિકાસ કરીને તમે તમારી ન માત્ર પ્રશાસન શક્તિનો પરચો સમગ્ર દુનિયાને કરાવ્યો પરંતુ સાથોસાથ ગુજરાતની જનતાને નિરાશામાંથી બહાર લાવવા માટે ઉમદા નેતૃત્વ પૂરું પાડ્‌યું. પરંતુ તે પછી ગુજરાતના વિકાસ માટે તમે આગળ વધો તે પહેલાં ૨૦૦૨ના ફેબ્રુઆરીમાં ૨૬ તારીખે (ખબર નહીં કેમ ભારતના વિનાશમાં અને ખાસ કરીને જેહાદી તત્વોને આ તારીખ ખૂબ જ પ્રિય છે.) અયોધ્યાથી અમદાવાદ આવી રહેલી સાબરમતી એક્સ્પ્રેસના એસ-૬ ડબ્બાને બહારથી સળગાવી દેવાયો. તેમાં ૫૯ કારસેવકો, મહિલાઓ અને બાળકો હતાં. આમ તો ‘સૂર્યવંશી’ ફિલ્મ અને જેહાદી તત્વો દ્વારા અપાતા કારણની જેમ આ ઘટનાનો સમગ્ર ભારતમાં પડઘો પડવો જોઈતો હતો પરંતુ માત્ર ગુજરાતમાં હિંસા ફાટી નીકળી જેમાં બંને પક્ષે લોકો મર્યા. પરંતુ આ હિંસાને મુસ્લિમોનો નરસંહાર તરીકે સમગ્ર ભારતમાં અને વિદેશમાં ગુજરાતને, ગુજરાતીઓને અને હિન્દુઓને વગોવવા માટે ચિતરવામાં આવ્યો. નિશાન અલબત્ત તમે અને ખાસ તો ભાજપ હતા. તેવા સમયે તમે ગુજરાત ગૌરવ યાત્રા કાઢી. તેના બે ઉદ્દેશ્ય હતા- એક તો ચૂંટણી અને બીજો ગુજરાતીઓને લઘુતાગ્રંથિમાં સરી પડતા બચાવવા. હિન્દુઓને (અને ગુંડા તત્વોને પસંદ ન કરતા મુસ્લિમોને પણ) થયું કે આ ભડવીર નેતા છે. બધા વિરોધ વચ્ચે પણ હિન્દુ મતદારોએ તમને અને ભાજપને બહુમતી અપાવી. આ ક્રમ ૨૦૦૭ અને ૨૦૧૨માં પણ ચાલ્યો. દર વખતે ઘટનાઓ અને મુદ્દાઓ અલગ-અલગ હતા. કોઈ વાર ૨૦૦૨નાં રમખાણોનો મુદ્દો પૃષ્ઠભૂમિમાં ચાલ્યો તો કોઈ વાર સોહરાબુદ્દિન-ઈશરત જહાંનું નકલી એન્કાઉન્ટરનો મુદ્દો ચાલ્યો. કોંગ્રેસે આ મુદ્દા પર ભૂંડી રાજનીતિ કરી મત મેળવવા પ્રયાસ કર્યો પણ હિન્દુ મતદારોએ કોંગ્રેસનું ક્રમશઃ ધોવાણ કરી નાખ્યું. તે વખતે એવું નહોતું કે તમારી સરકાર સાવ દૂધની ધોયેલી હતી કે તમારી ભૂલ નહોતી થતી. દીપેશ-અભિષેકનો કિસ્સો હોય કે બાળકોનો ગુમ થવાનો કિસ્સો હોય, શિક્ષણમાં થતા પ્રયોગો હોય, આ બધું જનતાને પસંદ ન હોય. પરંતુ કાંકરિયા તળાવનું સૌંદર્યીકરણ થકી ગુંડાઓનો ત્રાસ દૂર કરવો, ગેરકાયદે દબાણો દૂર કરવા, વીજ ચોરી પકડી વીજળી મળવાની સ્થિતિમાં એકદંર સુધાર, ગુજરાતનાં શહેરોને જોડતા રસ્તાઓ, ધીમે-ધીમે બધું ઓનલાઇન, શાળામાં ડ્રાપઆઉટ રેશિયો સુધારવા તમારા પ્રયાસ, પોલિયો રસીકરણમાં તમારો કેન્દ્ર સરકારને સાથ, ગુજસીટાક કાયદો લાવવા તમારી મથામણ, રાજ્યપાલ કમલા બેનિવાલ સાથે સંઘર્ષ, અમદાવાદમાં ૨૦૦૮ના ત્રાસવાદી બોમ્બ ધડાકા પછી થોડા સમયમાં જ આરોપીઓની ધરપકડ, બીઆરટીએસ માટે કેટલાક માથાભારે વિસ્તારોમાં પણ રસ્તાઓ બનાવવામાં સફળતા, ટાટા, મારુતિ, ફાર્ડથી માંડીને અનેક ઉદ્યોગોના આગમન, સુપ્રીમ કોર્ટે પ્રશંસેલી તમારી સરકારી જમીન સંપાદન નીતિ, સૂર્ય ઊર્જા અંગે ફારુક અબ્દુલ્લાએ પણ પ્રશંસેલી તમારી નીતિ, વાઇબ્રન્ટ નવરાત્રિ, કાઇટ ફેસ્ટિવલ, કાંકરિયા કાર્નિવલ, બીજાનાં પુસ્તકોના કાર્યક્રમોથી લઈને તમારા ‘જ્યોતિર્પુંજ’ પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ હોય કે અન્ય પ્રકારના કાર્યક્રમો, તેમાં તમારી સિક્સરો, તમારી વિનોદવૃત્તિથી સભર તમારાં પ્રવચનો લોકોને આકર્ષી ગયાં હતાં. ૨૦૧૨ વખતે જાણે જીત નક્કી જ હોય તેમ ‘ભાઈ ભાઈ’નું જીત સંદર્ભેનું ગીત પરિણામ પછી તરત જ રિલીઝ થવું, વાઇબ્રન્ટ કાર્યક્રમનું આયોજન વગેરે તમારી સફળ મેનેજમેન્ટ અને ખાસ તો ઇવેન્ટ મેનેજમેન્ટનું ઉદાહરણ પૂરું પાડતા હતા.
આ ગુજરાત મોડલને લઈને તમે ૨૦૧૪ની ચૂંટણીમાં લોકસભામાં ગયા. તમારા આ જ હિન્દુત્વ વત્તા વિકાસ મોડલ પર પહેલી વાર દેશમાં હિન્દુઓ અને ભારત પ્રેમી મુસ્લિમોએ તમારા નેતૃત્વમાં ભાજપને ખોબલે ને ખોબલે મતો આપ્યા અને ૧૯૮૪ પછી પહેલી વાર એક જ પક્ષની બહુમતીવાળી તમારી સરકાર બની. તમે લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાનના ઉમેદવાર બન્યા ત્યારે જ તમારી સામે ટીકાકારોના પ્રશ્નો હતા. તમને અટકાવવા પણ અનેક સેક્યુલરોએ સહી કરીને કાગળ કામ કરેલું. તમને વિદેશ નીતિની શું ખબર પડે? તમને અંગ્રેજી નથી આવડતું. તમને ઇતિહાસની જાણકારી નથી. ગુજરાત (ચૂંટણી જીતવાનું) મોડલ દેશભરમાં શક્ય નથી. એનડીએમાં કોણ રહેશે? ૨૦૦૨નાં રમખાણોનું કારણ આપી રામવિલાસ પાસવાન અને ચંદ્રાબાબુ નાયડુ એનડીએ છોડીને ગયા હતા. પરિણામે ૨૦૦૪માં એનડીએની હાર થઈ
આભાર – નિહારીકા રવિયા હતી. તમને કોર્ટમાંથી ક્લીન ચિટ મળી તો પણ તમને ૨૦૦૨થી ૨૦૧૪ની ચૂંટણી સુધી એક જ પ્રશ્ન પૂછાતો રહ્યોઃ ક્યારે માફી માગશો? મુસ્લિમને કેમ ટિકિટ નથી આપતા? તમે જીતશો તો મુસ્લિમોનું શું થશે? તમારા સપનાના ભારતમાં મુસ્લિમોનું સ્થાન છે?
તમે જીત્યા તે આ સેક્યુલર ઇકો સિસ્ટમ પચાવી ન શકી. એટલે કોઈ ને કોઈ રીતે તમારી સામે નેગેટિવ ચાલતા રહ્યા. વધુ ને વધુ નવા સ્વરૂપે, નવા પ્રયોગો તરીકે બધા બહાર આવ્યા. જેએનયુમાં ભારતના ટુકડાના સૂત્રો પોકારાયા. અફઝલને શહીદ તરીકે ચિતરવા પ્રયાસ કરાયો. તેના સમર્થનમાં કોંગ્રેસ સહિત આખી ઇકો સિસ્ટમ આવી. એક અખલાકના મુદ્દે દેશભરમાં વાવાઝોડું થયું. રોહિત વેમૂલાનો પ્રશ્ન ઉઠાવાયો. એવોર્ડ વાપસી અને અસહિષ્ણુતાની વાતો દેશભરમાં થઈ. ચર્ચનું છાપરું પડવાના સમાચારો થયા. ઓબામાએ પણ શીખામણ આપી. આ બધામાં પણ તમારા સમર્થકો તમારી સાથે રહ્યા. આ જોઈ નવો શબ્દ કોઇન કરાયો (ઊછાળાયો). મોદી ભક્તો. અંધ ભક્તો. દિલ્લી-બિહારમાં તમારી ભૂંડી હાર થઈ. ભૂંડી હાર એટલા માટે કે ભાજપનો દેખાવ ખરાબ રહ્યો. પરંતુ તે વખતે દિલ્લીની ચૂંટણીમાં તમે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડા સાથે તમારું નસીબ જોડ્‌યું હતું. બિહારમાં તમે બોલી લગાવતા હોય તે રીતે અહંકારમાં બિહારને કેટલા કરોડનું પેકેજ આપું તેવું કહેલું અને ડીએનએની વાત કરેલી. બિહારની ચૂંટણી પહેલાં સંઘના સરસંઘચાલકે અનામતની સમીક્ષા કરવાની તથાકથિત વાત કરેલી. તે પછી તમે કહેલું કે કોઈ પણ હિસાબે અનામત નહીં જાય. આમ છતાં બિહારમાં તમારા નેતૃત્વમાં ભાજપનો પરાજય થયો. તમે ગોરક્ષકોને ગુંડા કહ્યા. રોહિત વેમૂલાના મુદ્દે તમે આંસું સાર્યાં. આ બધું ભાજપના સમર્થકો, તમારા સમર્થકોને પસંદ ન પડ્‌યું આનું કારણ એ નહોતું કે ગોરક્ષકોમાં અમુક ત¥વો સ્વાર્થી અને ગુંડાગીરી કરનારા નથી હોતા, કે રોહિત વેમૂલા દલિત છે તેથી સમર્થકોને પસંદ ન પડ્‌યું. પરંતુ સિલેક્ટિવ વાતો પર તમારાં નિવેદનોએ તેમને આઘાત આપ્યો હતો કારણકે ગોરક્ષક પ્રશાંત પૂજારીની હત્યા થઈ ત્યારે તમે કંઈ બોલ્યા નહોતા. પરંતુ ૨૦૧૬ના ઊરી હુમલા પછી તમારી સરકારના ખુલ્લા સમર્થનથી વીર સેનાએ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી. નોટબંધી વખતે તમારા કેટલાક સમર્થકો વિરોધી થઈ ગયા છતાં લોકોએ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભાજપને ખોબલે-ખોબલે મત આપી ઘણાં વર્ષે પહેલી વાર બહુમતીવાળી ભાજપ સરકાર બનાવી. ગુજરાતમાં લોકો પણ ‘ગાંડા વિકાસથી’ એટલે કે ખરાબ રસ્તા સહિતના પ્રશ્નોથી કંટાળી ગયેલા પરંતુ પછી જોયું કે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી નામની નદીઓ કોંગ્રેસરૂપી સાગરમાં મળી રહી છે. તેમાં વળી મણિશંકર અય્યરનું તમને ’નીચ’ કહેતું નિવેદન, મણિશંકર અય્યરના ઘરે મનમોહનસિંહની ઉપસ્થિતિમાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત સાથેની બેઠકનો આક્ષેપ, સર્જિકલ સ્ટ્રાઇક વખતે કોંગ્રેસ-આપ સહિતના વિપક્ષોનું પાકિસ્તાનને ખુશ કરે તેવું વલણ, મણિશંકર અય્યરનું પાકિસ્તાન જઈ મોદી કો હટાઈયેવાળું નિવેદન, સલમાન ખુર્શીદનું પાકિસ્તાન જઈને તમારી ટીકા કરતું અને પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફની પ્રશંસા કરતું નિવેદન, ભારતના વિકાસમાં આડખીલીરૂપ અને સેવાના નામે પંથાંતરણની પ્રવૃત્તિમાં લિપ્ત અનેક એનજીઓના વિદેશી ભંડોળ પર તાગડધિન્ના તમે બંધ કરાવ્યા, હારે એટલે ઇવીએમ જવાબદાર એવો વિપક્ષોનો આક્ષેપ આ બધું ગુજરાતની ચૂંટણીમાં કામ કરી ગયું.
૨૦૧૮માં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીમાં ભાજપનો અને તમારો વિજય રથ થોભી ગયો. ૨૦૧૭થી ભાજપે ગુજરાતથી લઈ દેશભરમાં પક્ષપલ્ટુઓને આવકાર આપવા લાગ્યો. દેશને કોંગ્રેસમુકત કરવા માટે ભાજપ કોંગ્રેસયુક્ત થતો ગયો. આયુષ્યમાન જેવી સારી યોજનાની પણ દેશમાં ટીકા થઈ. કેટલાક પત્રકારોએ બનાવટી (ફૅક) અથવા એડિટેડ વીડિયો ચલાવી તમારી સામે નેરેટિવ બનાવવા પ્રયાસ કર્યો. તેમનો ઍજન્ડા માત્ર ને માત્ર મોદી વિરોધ જ હતો. લોકોને આ એક તરફી પત્રકારત્વ પસંદ ન પડ્‌યું. તેમની ચેનલોનો ટીઆરપી ગગડ્‌યો. કેટલાકને નોકરી ગુમાવવી પડી. તેમાં તમને કારણભૂત ગણવામાં આવ્યા. પરંતુ આ બધા વચ્ચે પણ અંધભક્તિની ગાળો ખાઈને, કુટુંબ, મિત્રો કે વ્યવસાયમાં પોતાના સંબંધો બગાડીને પણ લોકોનો ભરપૂર ટેકો તમને મળતો રહ્યો. તમારા જ પક્ષના કેટલાક લોકો ૨૦૧૯ની ચૂંટણીમાં દોઢસોની ક્લબના સપનામાં રાચી મોરચા સરકારના વડા પ્રધાન બનવા થનગનતા હતા. પરંતુ પુલવામા હુમલો પાકિસ્તાનને અને મોદી વિરોધીઓને ભારે પડી ગયો. પાકિસ્તાનને એમ હશે કે આ હુમલામાં જવાનો વીરગતિને પ્રાપ્ત થશે અને મોદી કંઈ કરી નહીં શકે એટલે સમર્થકો ભડકશે અને મોદી હારી જશે. વળી, રામમંદિરના ખટલામાં પણ કોંગ્રેસના કપિલ સિબલ અને ન્યાયતંત્રના ચાર જજોની પ્રેસ કાન્ફરન્સ વગેરેના કારણે, તેમજ જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફિ્‌ત સાથે સરકાર બનાવવાથી તમારા જ સમર્થકોને કોંગ્રેસ પ્રેરિત ઇકો સિસ્ટમ ચીડવતી હતી કે મંદિર વહીં બનાયેંગે, પર તારીખ નહીં બતાયેંગે. કલમ ૩૭૦ અને સમાન નાગરિક સંહિતાનું શું થયું? પરંતુ સેનાને બાલાકોટ એરસ્ટ્રાઇક માટે મોકળું મેદાન આપી તમે દેશવાસીઓને ખુશ કરી દીધા. આનું પરિણામ એ આવ્યું કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તમારા નેતૃત્વમાં ભાજપને પહેલાં કરતાં પણ વધુ બેઠકો સાથે બહુમતી મળી.
તે પછી અમિત શાહને ગૃહ પ્રધાન બનાવ્યા. રાજ્યસભામાં તમારી એકલે હાથે બહુમતી નહીં હોવા છતાં કલમ ૩૭૦ જે રીતે કોઈને એંધાણ પણ ન આવે તે રીતે દૂર થઈ, અને તે દૂર થયા પછી એક પણ કાંકરીચાળો આ વર્ષ સુધી બહુ મોટા પાયે ન થયો, પથ્થરમારો, આઈએસઆઈએસના ઝંડા ફરકાવવા બંધ થયા. તે જ વર્ષે એટલે કે ૨૦૧૯ના નવેમ્બરમાં રામમંદિરની તરફેણમાં સર્વોચ્ચનો ઐતિહાસિક નિર્ણય આવ્યો. યુએપીએ વધુ કડક થયો. સરકાર કોઈ પણ હોય જલિયાવાલાં બાગ સ્મારક ટ્રસ્ટમાં કોંગ્રેસ પ્રમુખ હોય જ તેવી જોગવાઈ દૂર થઈ, ત્રિ-તલાકને સજા આપતો કાયદો આવ્યો, એસપીજીની સુરક્ષામાં પૂર્વ વડા પ્રધાનો દૂર કરાયા, આવા અનેક કામોથી તમારી સાથે સરકારમાં રહીને અમિત શાહ પણ ખૂબ જ લોકપ્રિય થઈ ગયા. આ જોડી ઘણું બધું કરશે તેવી આશા બંધાઈ. પરંતુ ૨૦૧૯ના અંતથી ચક્ર ફર્યું. ડિસેમ્બરથી શાહિનબાગના ધરણા શરૂ થયા. ચિકનનેક જેવા સિલિગુડીથી ભારતના ભાગલા કરવાની જાહેરમાં વાત થઈ. આ આંદોલનમાં હિન્દુઓને સાથે રાખવા આરફા ખાનમ શેરવાનીએ વાતો કરી. અમદાવાદ સહિત દેશમાં અનેક જગ્યાએ હિંસક પ્રદર્શન થયાં. આ ધરણા શરૂ થયા તેની સામે તરત જ સીએએના સમર્થનમાં કોઈ કાર્યક્રમ ન ભાજપે કર્યો, ન સંઘની પ્રેરણાથી કોઈ થયો. તેમાં વળી ડાનાલ્ડ ટ્રમ્પના ભારત આગમને ભારત પ્રેમીઓના જુસ્સાને બેવડાવી દીધો. દિલ્લીમાં તે જ ટાણે હિંસા થઈ. તેમાં આઆપના કાર્પોરેટરની સંડોવણી બહાર આવી. એએમયુ, જામિયા મિલિયા ઇસ્લામિયા વગેરેના બનાવો બન્યા. શાહિનબાગ થયું તે અગાઉ સોનિયા ગાંધીએ જાહેર રેલી કરી ‘આર પાર કી લડાઈ’નું આહવાન કર્યું. આ મામલે કોઈ કોર્ટે સ્વતઃ સંજ્ઞાન ન લીધું. તે પછી કોરોનાની તથાકથિત પ્રથમ લહેર આવી. તેમાં લોકોએ એક દિવસના જનતા કર્ફ્યૂની-તાળી, થાળીની વાત વધાવી લીધી. પહેલા લોકડાઉનને વધાવી લીધું. દીવા કે મોબાઇલ ટોર્ચના કાર્યક્રમને સાથ આપ્યો.
અનુ. પાના નં.૭

વિચારનું વલોણું
પરંતુ તે પછી ૨૦૨૦ના અંતમાં ખેડૂતોને ફાયદા કરતા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત-અને કેટલાક ખાલિસ્તાની ત¥વો વત્તા નક્સલી ત¥વોના દિલ્લીની સરહદોને ઘેરીને ધરણાનો કાર્યક્રમ થયો. તેમાં અંદર હિંસા થઈ. બળાત્કારની પણ વાત બહાર આવી. ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર થયા. નક્સલી ત¥વોને છોડવા માગણી થઈ. ૨૬ જાન્યુઆરીએ લાલ કિલ્લા પર ખાલિસ્તાની ઝંડો ફરકાવાયો. હિંસા થઈ. રાજદીપ સરદેસાઈ જેવાએ ફૅક ન્યૂઝ ચલાવ્યા. પોલીસે મૂક પ્રેક્ષક બની જોયા કર્યું.
સુશાંતસિંહ રાજપૂત કેસ અને તેમાંથી બહાર આવેલા હિન્દી ફિલ્મ જગતના ડ્રગ્સ કેસથી લઈને આર્યન ખાન ડ્રગ્સ કેસ સુધી લોકોને આશા જાગી કે આ કેસોને તાર્કિક સમાપન સુધી લઈ જવાશે. ૨૦૨૦માં બિહારમાં ભાજપના વધુ સારા દેખાવ સાથે એનડીએનો વિજય થયો. પરંતુ તે વખતે ચૂંટણી મોકૂફ રાખવા વાત કરી હતી. પ. બંગાળ વખતે તેમ ન થયું. તે જ વખતે ગુજરાતમાં મેચ પણ રદ્દ ન થઈ. ન ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી. બધા પક્ષોના કાર્યક્રમોમાં ભીડ ઉમટતી ગઈ. એપ્રિલ-મેમાં પૂરા દેશમાં કોરાનાથી ખરાબ સ્થિતિ થઈ. પરંતુ સ્થાનિક, દેશી-વિદેશી મીડિયાને અને ન્યાયતંત્રને દેખાયું માત્ર ગુજરાત અને ઉત્તર પ્રદેશ. આ બધામાં ભારતની સ્વદેશી રસી વિકસાવવાને સમર્થન, વિદેશી રસીના ભારતનું માર્કેટ સર કરવાના ઈરાદાઓ પર પાણી ફેરવવું, મોટા પાયે લોકોને રસી લેતા પ્રેરવા અને છેલ્લા કેટલાક મહિનાથી અર્થતંત્રની ગાડી ફરી દોડતી થવી..આ બધું સમર્થકોએ વખાણ્યું જ છે.
આ બધામાં પશ્ચિમ બંગાળમાં હાર થઈ તે તો ઠીક પણ તે પછી ભાજપના કાર્યકર્તાની એક પછી એક હત્યાથી તમારા સમર્થકો ખળભળી ઊઠ્‌યા. હત્યાથી ખળભળે તે તો સ્વાભાવિક છે પણ તે અંગે તમારું અને ભાજપના નેતાઓના, દર વખતે દેખાતા બોલકાપણાનો અભાવ નડી ગયો. માત્ર ધરણા કરી તમારા પક્ષે સંતોષ માન્યો. પાલઘરમાં સાધુઓની નિર્મમ હત્યા મુદ્દે પણ ચૂપકીદી. અર્નબ ગોસ્વામીના મુદ્દે પણ ઘણા સમય સુધી તાલ જોવાયો. આવું જ કંગના રનૌત મુદ્દે પણ થયું. જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમ કાર્યકર્તા મરે તો ટ્‌વીટ કે અન્ય રીતે દુઃખ, પણ હિન્દુ નાગરિક કે નેતા મરે ત્યારે? અને તે કરતાંય જમ્મુ-કાશ્મીરમાં જે રીતે હિન્દુ-શીખોની હત્યા થવા લાગી છતાંય તાત્કાલિક પગલાં ન લેવાયાં તેનું વધુ દુઃખ હતું. મહેબૂબા મુફિ્‌તને વારંવાર નજરકેદ કરાય પણ ફારુક અબ્દુલ્લા-ઓમર અબ્દુલ્લા છૂટા ફરે. હકીકતે તો આટલાં વર્ષોમાં કાશ્મીરની ઘોર અબ્દુલ્લા પરિવારે જ ખોદી છે, તેઓ તો ચીનનું સમર્થન માગવા સુધી પહોંચી ગયા હતા અને ૨૦૨૧ના આ શીતકાલીન સત્રમાં તો સંસદમાં કાશ્મીરનો જૂનો રાજ્ય ધ્વજ લઈને આવ્યા હતા! કોંગ્રેસ હોય તો સમજાય પણ ભાજપની કઈ વિવશતા છે કે તેમને છૂટા ફરવા દેવાય છે?
આ બધાયનું ચરમબિંદુ એટલે કૃષિ કાયદા પાછા લેવાની જાહેરાત. એમાં કોઈ શંકા નથી કે ખાલિસ્તાની ખતરો હતો જ પરંતુ એ તો આ આંદોલન શરૂ થયું ત્યારથી હતો. ૨૬ જાન્યુઆરીએ જ પૂરા દેશમાં આ ત¥વો સામે રોષ હતો ત્યારે જ- તે રાત્રે જ કેમ ટિકૈતની ધરપકડ ન કરાઈ? કૃષિ કાયદાઓના સમર્થનમાં પણ દેશભરના અનેક ખેડૂતો છે જ. ભાજપ-સંઘે કેમ સમર્થનમાં કોઈ કાર્યક્રમો તે જ સમયથી ન કર્યા? તાજેતરની પેટાચૂંટણીમાં ખરાબ દેખાવ પછી પેટ્રોલ-ડીઝલના ભાવ પણ ઘટે અને કૃષિ કાયદા પણ પાછા લેવાય. આ ખાલિસ્તાન કરતાં ચૂંટણીલક્ષી પગલું વધુ છે. શિક્ષણમાં સાત વર્ષ પછી પણ સીબીએસઇની પરીક્ષામાં ગુજરાતમાં મુસ્લિમ વિરોધી હિંસા કોના શાસનમાં થઈ હતી કે લવ જિહાદ જેવી વાતો સિલેબસમાં હોય, પ્રસૂન જોશી, વિવેક રંજન અગ્નિહોત્રી અને મિહિર ભૂતા સેન્સર બાર્ડમાં હોય અને ‘કન્વર્ઝન’ જેવી ફિલ્મ પાસ ન થાય, ભરૂચ, સુરત, ભાવનગર સહિત અનેક ઠેકાણે લેન્ડ જિહાદ ચાલે અને દેશભરમાં ભાજપ લિબરલો પાસેથી સર્ટિફિકેટ લેવા કે લિબરલોને પોતાની તરફે લેવા જે રીતે લાલાયિત છે તેના કારણે પણ સમર્થકો ખૂબ જ દુઃખી અને કોપિત પણ છે.
અટલજી પણ એક સમયે પ્રખર હિન્દુત્વના ચહેરા હતા. “હિન્દુ તન મન હિન્દુ જીવન રગ રગ મેરા પરિચય”, પરંતુ ૨૦૦૪માં લીલો ખેસ અને જાળીવાળી ટોપી પહેરી ત્યારે તત્સમય પૂરતા તેઓ હિન્દુ સમર્થકોના હૃદયમાંથી ઉતરી તો ગયા જ હતા. ૨૦૦૪માં તેનું શું પરિણામ આવ્યું તે આખું જગત જાણે છે. દરેક વ્યક્તિની નિવૃત્ત થવાની નિયતિ નિશ્ચિત હોય છે. તમારી પણ આ નિયતિ હશે જ. પરંતુ આટલા સમય સુધી અનેક રીતે ઉત્તમ કામ કરી સમર્થકોનાં મન જીત્યાં છે તો હવે સમર્થકો ફરી પાછા જૂના નરેન્દ્ર મોદીને જોવા માગે છે જે આ ઇકો સિસ્ટમ સામે મજબૂત રીતે લડતા હતા. જેમને અમેરિકાથી માંડીને કોઈના સર્ટિફિકેટની પરવા નહોતી. જેઓ પોતે ચૂંટણીનો એજન્ડા નક્કી કરી તેને સફળ બનાવતા હતા. જેને કોંગ્રેસ કે અન્ય પક્ષના મોટા નેતાઓને આટલી હદે મોટા પાયે તોડવાની જરૂર નહોતી. જે હિન્દુત્વ અને વિકાસ આવા બે પૈડાંના રથ પર ચાલતા હતા. પરંતુ હમણાં-હમણાં એ બંને પૈડાંમાં હવા થોડી-થોડી નીકળવા લાગી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. જે લોકો ૨૦૧૪ પછી હિન્દુવાદી બન્યા છે તેમાંના કેટલાક મહ¥વાકાંક્ષી ચાટુકારોને તમારી દરેક બાબતમાં માસ્ટર સ્ટ્રોક લાગે તે સ્વાભાવિક છે. આવા લોકોને નહેરુ-ઈન્દિરા ગાંધીના દરેક નિર્ણય માસ્ટર સ્ટ્રોક લાગતા હતા. તમે વિરોધીઓને અવગણતા નથી. તમારા સાચા સમર્થકોનું-કાર્યકર્તાઓનું સાંભળો. તેમની ઇકો સિસ્ટમ મજબૂત કરો. તમારે એકેય મોટા કોંગ્રેસી, તૃણમૂલ કોંગ્રેસી વગેરેને તોડવાની જરૂર નહીં પડે. કૃષિ કાયદાઓ પાછા ન ખેંચ્યા હોત તો પણ ઉત્તર પ્રદેશમાં જીત મોદી-યોગીવાળા ભાજપની થવાની જ હતી. અને કૃષિ કાયદાઓ પાછા ખેંચ્યા છે તો પંજાબમાં ભાજપ જીતશે જ આવી કોઈ સંભાવના દેખાતી નથી. પણ આ નિર્ણયથી સમર્થકોના મનોબળને મોટું નુકસાન જરૂર થયું છે. પરંતુ પોલિટિકલ હિન્દુઓ કહે છે તેમ આશા રાખીએ કે “બડા કુછ હોનેવાલા હૈ” એ વાત સાચી સાબિત થાય. તમે દરેક બાબતનું આગોતરું આયોજન કરો છો. નિવૃત્તિ સમયે ભવ્ય વિદાયનું પણ કર્યું જ હશે. પરંતુ આશા છે કે તમે સારી રીતે નિવૃત્ત થવા માગશો. કારણકે લોકોને આખું જીવન નહીં, છેલ્લો સમય વધુ યાદ રહેતો હોય છે. દેશને બીજા એક નરેન્દ્ર મોદી આપીને ભારતના ઇતિહાસમાં સદા તમારું ગરીમાપૂર્ણ, ગૌરવાન્વિત અમર નામ રહે તે રીતે નિવૃત્ત થાવ અને ઈશ્વર તે માટે તમને પ્રેરણા અને શક્તિ આપે તેવી તમને આગોતરી શુભકામના.
લિ. દરેક દેશપ્રેમી નેતાનો શુભચિંતક દેશપ્રેમી નાગરિક