વડીયા પોલીસ મથકમાં નોંધાયેલ ખુનની કોશિશના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. બરવાળા બાવળમાં રહેતા દિલુ સુરીગભાઇ વાળા (ઉ.વ.પ૦) નામના શખ્સ સામે ગુનો નોંધાયો હતો અને તે નાસતો ફરતો હતો. દરમિયાનમાં તે પોતાના ઘરે હોવાની બાતમી આધારે પોલીસે વહેલી સવારે રેઇડ કરી તેને ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ શખ્સ લિસ્ટેડ હિસ્ટ્રીશીટર આરોપી છે. વર્ષ ૧૯૯રથી વર્ષ ર૦રર સુધીમાં તેની સામે ૧૯ ગુના નોંધાઇ ચૂક્યા છે. જેમાં જેતપુર તાલુકા પોલીસમાં પણ તેની સામે ગુનો નોંધાયેલ છે.