સમસ્ત વાગડીયા પરિવાર ખીચા દ્વારા આયોજિત ભવ્ય શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે શાસ્ત્રીશ્રીના મુખેથી વહેતી કથામૃતની ધારાનો લાભ લેવા માટે ગુજરાત રાજ્યના મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા તેમજ ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયાએ ખાસ હાજરી આપી હતી. તેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અને તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા પણ જોડાયા હતા. આ ધાર્મિક મહોત્સવમાં પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, મહામંત્રી મુકેશભાઈ રૂપારેલીયા તથા પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ હીરપરા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી વક્તાશ્રીના આશીર્વચન પ્રાપ્ત કર્યા હતા. આ ઉપરાંત મહેશભાઈ સાવલીયા, વિપુલભાઈ બુહા અને માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન હર્ષદભાઈ રાવલ સહિત ગામના અન્ય આગેવાનોએ પણ કથા શ્રવણનો લ્હાવો લીધો હતો. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.