૩૧ ડિસેમ્બર નજીક આવવાની સાથે જ પ્યાસીઓની પ્યાસ બુજાવવા નાના ખેપિયાઓ પણ સક્રિય થઈ ગયા છે. ખાંભા તાલુકાના ખીચા ગામેથી પોલીસે બે ઇસમોને ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની ૨૫ બોટલ સાથે ઝડપી લીધા હતા. ચિંતનભાઈ સોજીત્રા તથા ભનુભાઈ સોજીત્રા ગેરકાયદેસર પાસ પરમીટ વગ પોતાના કબ્જાના તબેલમાં ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની વિવિધ બ્રાન્ડની ૨૫ બોટલો સાથે ઝડપાયા હતા. પોલીસે કુલ ૧૬,૪૦૦ રૂપિયાનો પ્રોહિબીશન મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.બી.વાળા વધુ તપાસ કરી રહ્યા છે. દુધાળા ચેક પોસ્ટ પરથી ચાર સહિત જિલ્લામાં વિવિધ સ્થળેથી કુલ ૧૨ લોકો પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. સાવરકુંડલા, ચલાલા, દુધાળા ચેક પોસ્ટ સહિત ૧૦ સ્થળેથી પાસ પરમીટ વગર કેફી પીણું પીને વાહન ચલાવતાં મળી આવ્યા હતા.