ગીર જંગલની બોર્ડર નજી આવેલ ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર સિંહોનાં આટાફેરા જોવા મળતા હોય છે. ત્યારે રાત્રીના સમયે એક સાથે સિંહ પરિવારનું ટોળુ ગ્રામ્ય વિસ્તારમાં શિકારની શોધમાં નીકળ્યું હોય તેમ ગત રાત્રીના ગીરગઢડા તાલુકાના ખિલાવડ-ઈટવાયા રોડ પર એક સાથે ૧૩ સિંહોનું ટોળું રસ્તો પસાર કરતું જોવાં મળ્યું. જેનો વીડિયો એક કારમાં પસાર થતા વ્યÂક્તએ બનાવી સોશિયલ મીડિયામાં મુકતા તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.