બગસરા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન, ખારી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ તેમજ સેવા સહકારી મંડળીના પ્રમુખ પરસોત્તમભાઈ રાખોલીયાના માતૃશ્રી જમનાબેનનું તા.૦૩ના રોજ નિધન થતાં અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓએ શ્રધ્ધાંજલિ પાઠવી હતી. આ તકે પરસોત્તમભાઈના નિવાસસ્થાને ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયાએ સાંત્વના પાઠવી હતી.