લીલીયાના ખારા ગામે એક યુવકને કુહાડી વડે માર માર્યો હતો અને લાકડી વડે માથામાં ઈજા પહોંચાડી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે સતુબેન બાજુભાઈ વાઘેલા (ઉ.વ.૫૫)એ હમીરભાઇ બાદુરભાઇ વાઘેલા, હિંમતભાઇ બાદુરભાઇ વાઘેલા, બાવકુભાઇ બાદુરભાઇ વાઘેલા તથા બાદુરભાઇ બોઘાભાઇ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના પુત્રવધૂ ઘરે એકલા હોવાથી હમીરભાઈ વાઘેલા ઠપકો આપવા આવ્યા હતા. આરોપીએ તેમના પુત્રને માથાના ભાગે કુહાડી વડે માર માર્યો હતો. ઉપરાંત તેમને તથા બીજા દીકરાને નાની મોટી ઈજા પહોંચાડી, ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.