૨ ઓક્ટોબરના રોજ મુંબઈથી ગોવા જતી એક ક્રૂઝ પર ચાલી રહેલી પાર્ટીમાં એનસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન પકડાયો હતો. આર્યન ખાન અને અન્ય સાત લોકો અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. શાહરુખ ખાનનો પરિવાર સંકટમાં મૂકાયો છે ત્યારે બોલિવૂડના અનેક લોકો તેના સમર્થનમાં આગળ આવ્યા છે. ઘણાં લોકોનો દાવો છે કે, આર્યન ખાન એક મોટા સેલિબ્રિટીનો દીકરો હોવાને કારણે તેને જાણીજાઈને કેસમાં ખસેડવામાં આવ્યો છે. ઘણાં લોકો એવા પણ છે જે શાહરુખ દ્વારા પ્રમોટ કરવામાં આવતી પ્રોડક્ટ્‌સને બોયકોટ પણ કરી રહ્યા છે અને તેની ટીકા પણ કરી રહ્યા છે. આ દરમિયાન શાહરુખ ખાન સાથે ફિલ્મ જાશમાં કામ કરી ચૂકેલા એક્ટર પુનીત વશિષ્ઠે આર્યન ખાનની ધરપકડ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. પુનીત વશિષ્ટ મંગળવારના રોજ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ઓફિસની બહાર જાવા મળ્યો હતો. આ દરમિયાન તેણે મીડિયા સાથે આર્યન ખાનની ધરપકડ બાબતે વાત કરી. પુનીત વશિષ્ટે દાવો કર્યો કે, તે આ બધી પ્રવૃત્તિઓનો ભાગ નહોતો, ખાનોએ પાછલા ૨૭ વર્ષથી તેને બોયકોટ કર્યો છે અને હવે ઈશ્વર તેમનો બોયકોટ કરી રહ્યા છે. પુનીતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જાઈ શકાય છે કે પુનીત ગુસ્સામાં છે. પુનીત કહે છે કે, હું જાશ, ક્યા કેહના તમામ ફિલ્મોમાં હતો. પણ હું આ બધી વસ્તુઓમાં શામેલ ના થયો, માટે ખાન-પાને ૨૭ વર્ષ સુધી મને બોયકોટ કર્યો. હવે ઉપર વાળાએ એ તમામ લોકોને બોયકોટ કર્યા છે. નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે પુનીત વશિષ્ઠે શાહરુખ ખાન પર નિશાન સાધ્યું હોય. પુનીતે જુલાઈ ૨૦૨૧માં શાહરુખ ખાનને અયોગ્ય જણાવ્યો હતો. તેણે શાહરુખ ખાન, સલમાન ખાનની સરખામણી વિદ્યુત જામવાલ સાથે કરી હતી. પુનીત વશિષ્ઠે કહ્યુ હતું કે, વિદ્યુત જામવાલની સામે સલમાન ખાન, શાહરુખ ખાન, રણવીર સિંહ શું છે? ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ થયા પછી શાહરુખ ખાનના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. શાહરુખ ખાનની પત્ની અને આર્યન ખાનની માતા ગૌરી ખાનનો પણ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે એનસીબીની ઓફિસમાં દીકરાને મળ્યા પછી ભાંગી પડી હતી. ગૌરી પોતાના આંસુ રોકી નહોતી શકી.