દેશની રાષ્ટ્રીયકૃત બેન્કના કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં બે દિવસ બેન્ક બંધ રાખવાનો નિર્ણય કરતા અમરેલી જિલ્લાની તમામ રાષ્ટ્રીયકૃત બેન્કો બંધ રહી હતી. બેન્કો બંધ રહેતા જિલ્લાના કરોડો રૂપિયાનો વહીવટ ખોરંભાયો હતો. વેપારીઓના ટ્રાન્ઝેકશન અટકી પડયા હતા. જયારે અમરેલી બેન્કના કર્મચારીઓએ રોષભેર સુત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો.