કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે વૈશ્ર્વિક ખાદ્ય નિયમનકારોને કહ્યું કે ખાદ્ય સુરક્ષા નિયમો બનાવતી વખતે ખેડૂતોને ધ્યાનમાં રાખવા જાઈએ. તેમણે કહ્યું કે ખાદ્ય સુરક્ષા નિયમો બનાવતી વખતે ખેડૂતોને ચર્ચાના કેન્દ્રમાં રાખવા જાઈએ. આ સાથે એ સુનિશ્ચિત કરવું જાઈએ કે તેમને તેમના પાકની યોગ્ય કિંમત મળે. ગ્લોબલ ફૂડ રેગ્યુલેટરી સમિટ ૨૦૨૩ને સંબોધતા તોમરે કહ્યું કે ખોરાક એ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. તેથી, ખોરાક અને વૈશ્ર્વિ ખાદ્ય સુરક્ષાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે.
આ સમિટનું આયોજન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડીયા દ્વારા સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ કરવામાં આવ્યું છે. મંત્રીએ કહ્યું કે ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટે અનેક પગલાં લીધાં છે અને દેશ ખાદ્યાન્ન ઉત્પાદનના સંદર્ભમાં સરપ્લસ છે. આ સાથે ભારત વૈÂશ્વક ખાદ્ય માંગની જરૂરિયાતને પહોંચી વળવાનો પણ પ્રયાસ કરે છે.
તેમણે વૈશ્ર્વિક ખાદ્ય નિયમનકારોને કહ્યું કે ખાદ્ય સુરક્ષાના ધોરણો બનાવતી વખતે ખેડૂતોએ ચર્ચાના કેન્દ્રમાં રહેવું જાઈએ. ખેડૂતો ખાદ્ય ઉત્પાદકો છે અને તેમના હિતોનું રક્ષણ કરવા માટે, ખેતી નફાકારક છે તેની ખાતરી કરવી જરૂરી છે. તોમરે કહ્યું કે નિયમો બનાવતી વખતે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ગ્રાહકોને પોષણક્ષમ ભાવે સારી ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળે અને ખેડૂતોને પણ તેમની પેદાશોની યોગ્ય કિંમત મળે.
કૃષિ મંત્રીએ અન્ય પાકોની સરખામણીમાં ઓછા પાણીનો વપરાશ, પ્રતિકૂળ આબોહવાની પરિસ્થિતિઓમાં સહનશીલતા અને ઉચ્ચ પોષક મૂલ્ય જેવા હકારાત્મક ગુણોને ટાંકીને બાજરીના ઉપયોગને પ્રોત્સાહન આપવાની ભારપૂર્વક હિમાયત કરી હતી. આ કાર્યક્રમમાં નેપાળ સરકારના કૃષિ અને પશુધન વિકાસ મંત્રી બેદુ રામ ભુસાલ પણ હાજર હતા.