૨૦૨૦-૨૧ના માર્કેટિંગ વર્ષ (નવેમ્બરથી ઓકટોબર) દરમિયાન દેશના ખાધ્ય તેલના આયાત બિલમાં વાર્ષિક ધોરણે ૬૩ ટકાનો જારદાર વધારો થઈને ૧૧૭૦૭૫ કરોડ રૂપિયા રહ્યું હતું.૨૦૧૯-૨૦ના માર્કેટિંગ યરમાં આ આંક રૂપિયા ૭૧૬૨૫ કરોડ રહ્યો હતો.
વિદેશમાં ખાધ્ય તેલોના ભાવમાં ઉછાળાને પરિણામે ભારતના આયાત બિલમાં વધારો જાવા મળ્યો છે, એમ ઉદ્યોગની સંસ્થા સોલવન્ટ એકસ્ટ્રેકટર્સ’ એસોસિએશન ઓફ ઈન્ડિયા (સી)ના એક રિપોર્ટમાં જણાવાયું છે.ભારત વિશ્વમાં ખાધ્ય તેલનો
મોટો આયાતકાર દેશ છે. પામ ઓઈલની જંગી ખરીદીને કારણે મલેશિયન ફ્યુચર્સ હાલમાં વિક્રમી સપાટીની નજીક વેપાર થઈ રહ્યો છે.
વોલ્યુમની દ્રષ્ટિએ વનસ્પતિ તેલ (ખાધ્ય તથા બિન-ખાધ્ય તેલ)નો આયાત આંક ૧.૩૫ કરોડ ટન્સ રહ્યો હતો. ૨૦૧૯-૨૦ના માર્કેટિંગ યરમાં વનસ્પતિ તેલનો આયાત આંક પણ લગભગ આ સ્તરે રહ્યો હતો. સમાપ્ત થયેલા માર્કેટિંગ યરમાં ભારતની પામ ઓઈલની આયાત ૧૫.૨૦ ટકા વધી ૮૩.૨૦ લાખ ટન્સ રહી હતી. આયાત ડયૂટીમાં ઘટાડાને પરિણામે આ વધારો જાવા મળ્યો હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
ઘરઆંગણે ખાધ્ય તેલની કિંમતો ઘટાડવા ભારત સરકારે છેલ્લા ૬ મહિનામાં ખાધ્ય તેલ પરની આયાત ડયૂટીમાં ત્રણ વખત ઘટાડો કર્યો છે. ભારતની સોયાઓઈલની આયાત વિતેલા વર્ષમાં ૧૫ ટકા ઘટી ૨૮.૭૦ લાખ ટન્સ જ્યારે સનફલાવર ઓઈલની આયાત ૨૫ ટકા ઘટી ૧૯ લાખ ટન રહી હતી.
ભારત પામ ઓઈલની આયાત મોટેભાગે ઈન્ડોનેશિયા તથા મલેશિયા ખાતેથી કરે છે જ્યારે સોયાઓઈલ મુખ્યત્વે આર્જેÂન્ટના તથા બ્રાઝિલ ખાતેથી ખરીદવામાં આવે છે. ઘરઆંગણે મગફળી, સોયાબીન તથા સરસવનો પૂરવઠો વધવાની શકયતાને ધ્યાનમાં રાખતા નવેમ્બરથી શરૂ થયેલા વર્તમાન માર્કેટિંગ યરમાં દેશની વનસ્પતિ તેલની આયાતમાં સાધારણ ઘટાડો જાવા મળી શકે છે એમ સીના એક્ઝિકયૂટિવ ડાયરેકટર બી. વી. મહેતાએ જણાવ્યું હતું. ઊંચા ભાવને કારણે માગ પર અસર પડવાની પણ સંભાવના રહેલી છે.