સરકાર અને રિઝર્વ બેન્ક માટે મોંઘવારીના મોર્ચે એકવાર ફરી ચિંતાજનક સમાચાર આવ્યા છે. ઓક્ટોબર ૨૦૨૧ મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત મોંઘવારી ૧૨.૫૪ ટકા સુધી પહોંચી ગઈ છે. આ મે બાદનો અત્યાર સુધીનો સૌથી ઊંચો સ્તર છે.
સપ્ટેમ્બર મહિનામાં જથ્થાબંધ મોંઘવારી ૧૦.૬૬ ટકા હતી. ખાદ્ય કિંમતોમાં કેટલીક નરમીના કારણે મોંઘવારીનો આંકડો થોડો નરમ હતો. અગાઉ મે ૨૦૨૧ માં જથ્થાબંધ મોંઘવારી ૧૩.૧૧ ટકાની ઊંચાઈ સુધી ગઈ હતી.
આ દરમિયાન તેલીબિયાંની કિંમતોમાં ૨૬.૩૯ ટકા, પેટ્રોલની કિંમતમાં ૬૪.૭૨ ટકા અને ડીઝલની કિંમતમાં ૭૧.૬૮ ટકાનો વધારો થયો. આ દરમિયાન એલપીજીની કિંમતમાં ૫૪.૩ ટકાનો વધારો થયો છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સોમવારે જોરી આંકડા અનુસાર, ઓક્ટોબર ૨૦૨૦માં જથ્થાબંધ મોંઘવારી લગભગ ૧.૩૧ ટકા હતી, પરંતુ આ આંકડો ત્યારનો છે, જ્યારે કોરોનાના કારણે ઈકોનોમી લગભગ ઠપ હતી.
ઓક્ટોબરમાં મોંઘવારીના કારણ મુખ્યરીતે તેલીબિયા, પેટ્રોલ-ડીઝલ, એલપીજી વગેરેની ઉંચી કિંમતો છે. મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યુ, ઓક્ટોબર ૨૦૨૧માં મોંઘવારીનો ઉંચો દર મુખ્યતઃ આ કારણથી છે કે ખનીજ તેલ, બેઝિક મેટલ, ખાદ્ય ઉત્પાદો, કાચુ તેલ અને પ્રાકૃતિક ગેસ, રસાયણ અને રસાયણ ઉત્પાદ વગેરેની કિંમતોમાં વધારો થયો.
ઓક્ટોબર ૨૦૨૧ દરમિયાન કાચા તેલ અને ગેસની કિંમતોમાં ૯.૪૮ ટકા, ખાદ્ય વસ્તુની કિંમતમાં ૫.૦૫ ટકાનો વધારો થયો. આ દરમિયાન બિનખાદ્ય વસ્તુઓની કિંમતોમાં ૪.૫૯ ટકાનો ઘટાડો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે નવેમ્બરમાં પણ મોંઘવારીમાં બજોરોમાં તેજી જોવા મળી રહી છે. તહેવારની સિઝન ખતમ થયા બાદ પણ હજુ સુધી મોંઘવારી ઓછી થઈ નથી. ટામેટાના ભાવ આસમાને છે. ડુંગળીના ભાવ સામાન્ય માણસને રડાવી રહ્યા છે. સામાન્ય શાકભાજીના ભાવ પણ ઝડપથી વધી રહ્યા છે. મોંઘવારીનો માર લોકો પર સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.