કુકાવાવ તાલુકાના અનિડા ગામની સહકારી મંડળીના પ્રમુખ જેરામભાઈ પડસાલાએ નેનો યુરિયા અને સરકારની નીતિઓ અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે ગુજરાત સરકાર અને ભારત સરકાર વચ્ચેના સંકલનના અભાવને કારણે ખેડૂતો અને સહકારી મંડળીઓને નુકસાન થઈ રહ્યું છે.પ્રમુખના કહેવા મુજબ, અનિડા ગામની સહકારી મંડળીનું ખાતરનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે, જેના કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તેમણે ફરિયાદ કરી કે ખેડૂતો નેનો યુરિયા સ્વીકારવા તૈયાર નથી, છતાં તેમને ફરજિયાતપણે નેનો ડીએપી ખાતર ખરીદવું પડે છે. ૫૦૦ થેલી ખાતરના વેચાણ સામે માંડ ૯,૦૦૦ રૂપિયા મળે છે, જેમાં એક થેલીએ ૩ રૂપિયાનો ખર્ચ અને એક ગાડીએ ૧૫૦૦ રૂપિયા મજૂરી થાય છે. તેની સામે ૪૩,૦૦૦ રૂપિયાની ૩ પેટી નેનો ડીએપી ખાતર ફરજિયાત લેવું પડે છે, જે મંડળીઓ માટે નુકસાનકારક છે.પ્રમુખે વધુમાં જણાવ્યું કે
કૃષિમંત્રી ખેડૂતોને ખાતર પર કોઈ વધારાનો ખર્ચ ન લેવા જણાવે છે, જ્યારે સહકારી સંસ્થાના કેન્દ્રમાંથી મંત્રીઓ નેનો ડીએપી લેવા દબાણ કરે છે. જો મંડળીઓ ખેડૂતોને નેનો ડીએપી આપે તો અધિકારીઓ લાયસન્સ રદ કરે છે, જેનાથી ખેડૂતો અને મંડળીઓ પરેશાન થાય છે. આ માત્ર અનિડા ગામની જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રની તમામ મંડળીઓની સમસ્યા છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે, તો ખેડૂતોનો સરકાર પરથી વિશ્વાસ ઉડી જશે. તેમણે ગુજરાત સરકારને આ મામલે સ્પષ્ટતા કરવા અને ખાતર વેચાણના નિયમોમાં છૂટછાટ આપવા વિનંતી કરી હતી.મંડળીના મંત્રીએ પણ ઁર્ંજી મશીન અને ફિઝિકલ સ્ટોકના કાયદા અંગે મુશ્કેલીઓ જણાવી હતી. તેમણે કહ્યું કે વૃદ્ધ ખેડૂતોના ફિંગરપ્રિન્ટ ન આવતા હોય ત્યારે ૧૦ થી ૧૫ દિવસમાં મેન્ટેનન્સ કરવું પડે છે, જેથી વાવણી સમયે ખેડૂતોને મુશ્કેલી ન પડે. આવી નાની બાબતે લાયસન્સ રદ કરવું યોગ્ય નથી. હાલમાં અનિડા ગામની મંડળીનું લાયસન્સ રદ થતાં ખેડૂતોને વાવણી માટે ખાતર લેવા વડિયા, કુકાવાવ કે બગસરા સુધી જવું પડી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોના હિતમાં શું નિર્ણય લે છે.









































