કરિયાણા જિલ્લા પંચાયતના ખાખરીયા ગામે જિલ્લા ભાજપની સૂચના અનુસાર “બૂથ ચલો અભિયાન” અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંયોજક રામભાઈ સાનેપરા અને જિલ્લા પંચાયતના સભ્ય નીતિનભાઈ રાઠોડે ખાખરીયા ગામના સરપંચ વિપુલભાઈ કાચેલા, ઉપસરપંચ રમેશભાઈ તેમજ હિંમતભાઈ રાછડિયા સાથે કાર્યકરોની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન આગેવાનોએ ગામના આંગણવાડી, દવાખાના અને મંદિરની પણ મુલાકાત લીધી હતી અને સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત, ખાખરીયા ગામના વર્ષો જૂના પ્રશ્ન એવા કાળુભાર નદી પરના બ્રિજ નિર્માણ કાર્યની પણ નીતિનભાઈ રાઠોડ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. તેમણે કોન્ટ્રાક્ટરને ગુણવત્તાયુક્ત કામગીરી કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.






































